દિલ્હી હાઈકોર્ટે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માનો વીડિયો જોયો, પોલીસને ઠપકો આપ્યો
હાઈકોર્ટમાં દિલ્હીની હિંસા મામલે દાખલ કરેલી અરજીની સુનાવણી થઈ હતી. આ સમય દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે કાર્યવાહી માટે અમારા આદેશની રાહ જોશો નહીં. ન્યાયાધીશ મુરલીધરે ક
હાઈકોર્ટમાં દિલ્હીની હિંસા મામલે દાખલ કરેલી અરજીની સુનાવણી થઈ હતી. આ સમય દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે કાર્યવાહી માટે અમારા આદેશની રાહ જોશો નહીં. ન્યાયાધીશ મુરલીધરે કહ્યું કે પરિસ્થિતિ સારી નથી અને આપણે બધાએ કેટલાક રાજકારણીઓના વીડિયો ખુલ્લેઆમ ભડકાઉ ભાષાનો ઉપયોગ કરતા જોયા છે, તે દરેક ન્યૂઝ ચેનલ પર છે.

વિવાદીત ભાષણોનો કર્યો ઉલ્લેખ
કોર્ટે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના વીડિયો જોયા હતા. કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું કે શું તેઓએ ભાજપના આ ત્રણ નેતાઓ વિરુદ્ધ કોઈ પગલું ભર્યું છે? દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે તેઓએ તેમના ભાષણોના વીડિયો જોયા નથી. દિલ્હી હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તે ખલેલ પહોંચાડે છે કે દિલ્હી પોલીસે ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના વિવાદિત ભાષણોની વીડિયો ક્લિપ જોઇ નથી.

પોલીસને આપ્યો ઠપકો
હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું, "દિલ્હી પોલીસના વલણથી મને આશ્ચર્ય છે, પોલીસ કમિશનરની કચેરીમાં ઘણા ટેલિવિઝન હશે". કોર્ટે કહ્યું કે આ તમામ વીડિયો ક્લિપ્સ હવે કોર્ટરૂમમાં ચલાવવામાં આવશે જેથી દિલ્હી પોલીસ તેમને જોઈ શકે. હાઇ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને આ વીડિયો જોવા માટે કહ્યું છે. હાઈકોર્ટે એફઆઈઆરનો સીધો આદેશ આપ્યો નથી, પરંતુ કહ્યું હતું કે તુષાર મહેતાએ પોલીસ કમિશનરને સલાહ આપવી જોઇએ કે આ વીડિયો જોયા પછી પોલીસે શું કાર્યવાહી કરવી જોઈએ.

આજે થશે સુનવણી
ભાજપના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં કપિલ મિશ્રા, પ્રવેશ વર્મા સહિત ભાજપના અનેક નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે, જેની સુનાવણી બપોરે 2.30 વાગ્યે કરવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હીમાં ફરીવાર 1984 દોહરાવા દેવાય નહી: દિલ્હી હાઇકોર્ટ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
