દિલ્લી સરકારે કોરોના વૉરિઅર્સના પરિવારોને આપ્યા એક-એક કરોડના ચેક, ફરજ દરમિયાન થયુ હતુ મોત
દિલ્લી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર કોરોના વૉરિઅર્સના પરિવારોને એક-એક કરોડના ચેક આપ્યા છે.
નવી દિલ્લીઃ દિલ્લી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર કોરોના વૉરિઅર્સના પરિવારોને એક-એક કરોડના ચેક આપ્યા છે. દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કોવિડના સમયે દિલ્લીમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર ડૉક્ટર મિથિલેશ કુમાર સિંહ અને સરકારી ડિસ્પેન્સરીમાં કાર્યરત મુનીશ દેવીના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમના ઘરે જઈને એક-એક કરોડના ચેક આપ્યા છે.

ડૉ. મિથિલેશ સિંહના પત્નીને મોહલ્લા ક્લિનિકમાં નોકરી આપવાની જાહેરાત દિલ્લી સરકાર તરફથી કરવામાં આવી. ડૉ. મિથિલેશ મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી રહ્યા હતા અને તેમનુ મોત કોવિડ સંક્રમણના કારણે થયુ હતુ. વળી, મુનીશ દેવી તીમારપુર ડિસ્પેન્સરીમાં નર્સ તરીકે કાર્યરત હતા ત્યારે તેમનુ મોત થઈ ગયુ. દિલ્લીની કેજરીવાલ સરકાર અત્યાર સુધી દિલ્લીમાં આવા 29 પરિવારોને 1-1 કરોડની સહાયતા રકમ આપી ચૂકી છે.
આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ટ્વિટ કરીને માહિતી આપી કે સ્વર્ગીય શ્રીમતી મુનીશ દેવીજીનુ નિધન કોરોના મહામારી દરમિયાન ફરજ નિભાવતી વખતે કોરોનાની ચપેટમાં આવવાના કારણે થયુ. આજે તેમના પરિવારજનોને મળીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના આદેશ મુજબ તેમને એક કરોડની રકમ પ્રદાન કરી અને ભવિષ્યમાં દરેક પ્રકારની મદદ કરવાનુ આશ્વાસન આપ્યુ. આ સાથે જ બીજુ ટ્વિટ કરીને સત્યેન્દ્ર જૈને લખ્યુ - કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં પોતાની સેવા આપતા ડૉ. મિથિલેશ કુમાર સિંહજીનુ નિધન કોરોનાની ચપેટમાં આવવાથી થયુ. આજે તેમના પરિવારજનોને મળ્યા અને તેમને એક કરોડની સમ્માન રકમ પ્રદાન કરી. દેશ સદૈવ તેમની સેવા માટે ઋણી રહેશે.












Click it and Unblock the Notifications
