Delhi Floods: 'કઈ ન્યૂઝ ચેનલની છે આ રિપોર્ટર? અમને નથી જોઈતા આવા સમાચાર', પત્રકારનો આ Video જોઈ લોકો ભડક્યા
Delhi Floods: દિલ્લીમાં પૂરની સ્થિતિ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પત્રકાર ગળાડૂબ પાણીમાં રિપોર્ટિંગ કરી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે પત્રકારે પોતાના રિપોર્ટીંગ માટે વીડિયો ઉતારવા એનડીઆરએફના સ્વયંસેવકને કેમેરો આપેલો છે.
રતન ઢિલ્લોન નામના યુઝરે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મહિલા પત્રકાર એક સેફ્ટી ટ્યુબ પહેરીને રિપોર્ટીંગ કરી રહી છે. એનડીઆરએફના અમુક કર્મચારીઓ બચાવ માટેની બોટમાં દેખાઈ રહ્યા છે. જેમાંથી એક કર્મચારી રિપોર્ટીંગ માટેનો વીડિયો બનાવી રહ્યો છે. એક અન્ય કર્મચારીને પત્રકારના ફોટા લેતા જોઈ શકાય છે.

ઢિલ્લોને આ કૃત્ય પર અસંતોષ વ્યક્ત કરીને આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, 'આ કેવા પ્રકારનુ સમાચાર રિપોર્ટીંગ છે? આ લોકોએ એવા લોકોની મદદ કરવા અને તેમનો જીવ બચાવવાના બદલે, માત્ર રિપોર્ટીંગ માટે એનડીઆરએફ સ્વયંસેવકને પોતાનો ફોટો ક્લિક કરવા માટે કહ્યુ. આ સ્થિતિ છે. સરકાર પાસેની સીમિત બોટોનો ઉપયોગ પણ સમાચાર રિપોર્ટીંગ માટે કરવામાં આવી રહ્યો છે. માફ કરજો, અમને આ પ્રકારના સમાચાર નથી જોઈતા.'
વીડિયો વાયરલ થતા જ ઢિલ્લોનનુ કોમેન્ટ બૉક્સ છલકાઈ ગયુ અને લોકોએ રિપોર્ટરને પોતાના પર્સનલ ઉપયોગ માટે એનડીઆરએફના સાધનોનો ઉપયોગ કરવા માટે ઝાટકી નાખી. અમુક લોકોએ રિપોર્ટર અને તેમની ન્યૂઝ ચેનલોના આવા પ્રદર્શનને લઈને આકરી ટીકા કરી હતી.
એક યુઝરે પત્રકારની તેના કૃત્ય બદલ ટીકા કરતા કહ્યુ કે, આવા જોકરો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. વળી, અન્ય એક યુઝરે લખ્યુ, 'ગટરના પાણીમાં, તેને આગામી થોડા દિવસો માટે ઘણી એંટી બાયોટિક ક્રીમની જરુર પડશે.'
વીડિયો પર એક યુઝરે ટિપ્પણી કરી, 'દયનીય.' વળી, અન્ય યુઝરે આવા કવરેજ માટે ન્યૂઝ ચેનલોની ટીકા કરીને કહ્યુ, 'એ કઈ ન્યૂઝ ચેનલની છે? દયનીય ન્યૂઝ ચેનલ અને રિપોર્ટર.'
નોંધનીય છે કે દિલ્લીમાં સતત વરસાદ બાદ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના સમાચાર છે. જેનાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારે વરસાદ અને પડોશી રાજ્ય હરિયાણામાં હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ યમુના નદીનુ જળ સ્તર વધવાથી શહેરના ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.
What type of news reporting is this? She made the NDRF Volunteer to click her pictures just for reporting, rather than helping and saving the peoples life in such a situation. Even the limited boats with the government are being used for the news reporting.
— Rattan Dhillon (@ShivrattanDhil1) July 14, 2023
Sorry we don’t want… pic.twitter.com/YGrV80qBEN












Click it and Unblock the Notifications
