CM કેજરીવાલને તિહાર જેલમાં પહેલી વાર અપાયુ ઈન્સ્યુલીન, AAPનો દાવો - 320ને પાર હતુ શુગર લેવલ
Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં પહેલીવાર ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. AAPનો દાવો છે કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર સીએમ કેજરીવાલનું શુગર લેવલ 217 હતું.
તિહાર જેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર, "ગઈકાલે (22 એપ્રિલ) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં લો-ડોઝ ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. ગઈકાલે તેમનું શુગર લેવલ 217 હતું, AIIMSની ટીમે કહ્યું હતું કે જો લેવલ 200ને પાર કરે તો તેમને ઓછી માત્રામાં ઈન્સ્યુલિન આપવામાં આવી શકે છે.''

આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘણા દિવસોના સંઘર્ષ બાદ તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. AAPએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આખરે, ભાજપ અને તેનું જેલ પ્રશાસન હોશમાં આવ્યું અને જેલમાં સીએમ કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું. સીએમ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું. ભગવાન હનુમાનજીના આશીર્વાદ અને દિલ્હીના લોકોના સંઘર્ષને કારણે જ આ શક્ય બન્યું છે. અમે અમારા મુખ્યમંત્રી સુધી ઇન્સ્યુલિન પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.''
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
