Delhi : દિલ્હીમાં ઈઝરાયેલી એમ્બેસી સામે બ્લાસ્ટ, જાણો શું કહ્યું નજરે જોનારાઓએ?

દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ સ્પેશિયલ સેલની ટીમને રવાના કરાઈ હતી. વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

Delhi blast

દિલ્હી પોલીસ અનુસાર, બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ બાદ ઈઝરાયેલ એમ્બેસી તરફથી ઈઝરાયેલના રાજદૂતને સંબોધિને એક એક પત્ર મળ્યો છે. આ વિસ્ફોટની માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે ઇઝરાયેલ ગાઝાના પેલેસ્ટિનિયન વિસ્તારને નિયંત્રિત કરતા ઇસ્લામિક જૂથ હમાસ સાથે સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સાંજે લગભગ 5.10 વાગ્યે પીસીઆર કોલ પર એમ્બેસીની નજીક વિસ્ફોટની માહિતી સામે આવી. દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે, તેમને એક ફોન આવ્યો, જેમાં તેમને દૂતાવાસની નજીક બોમ્બ બ્લાસ્ટની જાણકારી આપવામાં આવી. ગર્ગે કહ્યું કે હજુ સુધી લોકેશન પરથી કંઈ મળ્યું નથી.

બીજી તરફ, ઇઝરાયેલ એમ્બેસીના પ્રવક્તા ગાય નીરે કહ્યું કે, મંગળવારે સાંજે ભારતીય રાજધાનીમાં દૂતાવાસની નજીક એક વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ તેના તમામ કર્મચારીઓ સુરક્ષિત હતા.

તેમણે વધુમાં કહ્યું કે, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે લગભગ 5:20 વાગ્યે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો. તેમણે કહ્યું કે, ઈઝરાયેલ સત્તાવાળાઓ વિસ્ફોટના કારણની તપાસ માટે તેમના ભારતીય સમકક્ષો સાથે સહયોગ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X