દિલ્હી વાયુ પ્રદૂષણ: NCRમાં GRAPનો સ્ટેજ-IV લાગુ, હવે દિલ્હીમાં ટ્રકોનો પ્રવેશ પ્રતિબંધિત
દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિવાળી પહેલા જ દિલ્હી-NCRની હાલત ખરાબ દેખાઈ રહી છે. પ્રદૂષણની સમસ્યા વચ્ચે, સેન્ટ્રલ પેનલે દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના સ્ટેજ-IV ને અમલમાં મૂક્યો છે.

જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન (CAQM)એ સમગ્ર ક્ષેત્રમાં વાયુ ગુણવત્તામાં વધુ બગાડ અટકાવવા માટે સ્ટેજ-I, II અને III અંતર્ગત તમામ કાર્યવાહી ઉપરાંત તાત્કાલિક પ્રભાવથી આખા એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો સ્ટેજ IV લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.
Commission for Air Quality Management (CAQM) decides to invoke Stage IV of the GRAP in the entire NCR with immediate effect, in addition to all actions under Stage I, II and III to prevent further deterioration of air quality in the region. pic.twitter.com/HR81HOQsld
— ANI (@ANI) November 5, 2023
GRAP ના સ્ટેજ-IV મુજબ, 8-પોઇન્ટ એક્શન પ્લાન આજથી સમગ્ર NCRમાં તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આ 8-પોઇન્ટ એક્શન પ્લાનમાં દિલ્હીમાં ટ્રક ટ્રાફિકના પ્રવેશને બંધ કરવાનો સમાવેશ થાય છે (આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી/આવશ્યક સેવાઓ પૂરી પાડતી ટ્રકો અને તમામ LNG/CNG/ઇલેક્ટ્રિક ટ્રક સિવાય).












Click it and Unblock the Notifications
