ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 9000ને પાર, છેલ્લા 24 કલાકમાં 35ના મોત
ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડવાનુ નામ નથી લઈ રહી. રવિવારે દેશમાં કોરોના સંક્રમણના કેસ 9000ને પાર થઈ ગયા.
ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડવાનુ નામ નથી લઈ રહી. રવિવારે દેશમાં કોરોના સંક્રમણના કેસ 9000ને પાર થઈ ગયા. મહારાષ્ટ્ર, દિલ્લી, તમિલનાડુ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. એકલા મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1982 પહોંચી ગઈ છે. વળી, માત્ર મુંબઈમાં જ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1298 પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 221 નવા દર્દી સામે આવ્યા છે. રવિવારે દેશમાં કોરોના સંક્રમણના કેસ વધીને 9152 સુધી પહોંચી ગયા. દેશમાં અત્યાર સુધી 308 લોકોના જીવ કોરોના વાયરસના કારણે જતા રહ્યા છે. રવિવારે 763 નવા દર્દી વધી ગયા અને રાજ્યોમાં કોરોનાના કારણે કમસે કમ 35 લોકોના મોત થયા.

24 કલાકમાં 35 લોકોના મોત
ભારતમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત થઈ ગયા છે. આ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી 308 લોકોના જીવ ગયા છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 9152ને પાર પહોંચી ગઈ છે. આમાં 7987 એક્ટિવ કેસ છે. વળી, 856 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે. અત્યાર સુધી 308 લોકોના મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમણ
એક નજર રાજ્યોની સ્થિતિ પર નાખીએ તો સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં એક દિવસમાં કોરોનાના 221 નવા કેસ સામે આવ્યા અને 22 લોકોના મોત થયા. મહારાષ્ટ્રમાં એકલામાં જ કોરોના સંક્રમણના કેસ દેશના બાકી રાજ્યોની સરખામણીમાં વધુ છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 1982 સુધી પહોંચી ગઈ છે. એકલા મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1298 પહોંચી ગઈ છે.

6 દિવસોમાં બમણા થયા કેસ
જો કોરોના સંક્રમણની ગતિની વાત કરીએ તો 6 એપ્રિલ સુધી દેશમાં લગભગ 4700 કેસ હતા જ્યારે 6 દિવસ બાદ 12 એપ્રિલે કોરોના સંક્રમણના કેસ વધીને 9 હજારને પાર થઈ ગયા. એટલે કે બમણી ગતિથી વધી રહ્યા છે કોરોનાના કેસ. કોવિડ-19ના સંક્રમણમાં અત્યાર સુધી દેશના 350થી વધુ જિલ્લાઓ આવી ચૂક્યા છે. રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોની સંખ્યા 1,154 પહોંચી ગઈ છે. રવિવરે દિલ્લીમાં 85 નવા કેસ સામે આવ્યા. વળી, તમિલનાડુમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીં દર્દીઓની સંખ્યા 1075ને પાર થઈ ગઈ છે. વળી, નાગાલેન્ડમાં કોરોનાનો પહેલો દર્દી સામે આવ્યો છે.












Click it and Unblock the Notifications
