ગોવિંદાના મીસ ફાયર અંગે પુત્રી ટીનાએ કર્યો મોટો ખુલાસો, જણાવી ઘટનાની સચ્ચાઈ
firing on Govinda: બોલીવુડ અભિનેતા ગોવિંદા હાલ હેડલાઈન્સમાં છે. ગોવિંદા સાથે એક અકસ્માત થયો છે. બંદૂક સાફ કરતા સમયે ગોવિંદાના પગમાં ભૂલથી ગોળી ચાલી ગઈ હતી.
જે બાદ ગોવિંદાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગોવિંદાની પોતાની રિવોલ્વર ભૂલથી તેના ઘૂંટણમાં ગોળી વાગી હતી.
હાલ ગોવિંદાના પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે, પરંતુ તેને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યો છે અને આગામી 24 કલાક સુધી તેને ICUમાં રાખવામાં આવશે.
ગોવિંદાના મેનેજર શશિ સિન્હા પાસેથી મળેલી માહિતી મુજબ, અભિનેતા ગોવિંદા આજે એટલે કે 1 ઓક્ટોબર 2024ના રોજ સવારે 4.45 વાગ્યે મુંબઈથી કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો.

ગોવિંદાના મેનેજરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા કોલકાતા જવાના હતા. તેમની પત્ની સુનીતા પહેલાથી જ કોલકાતામાં હાજર હતી.
ગોવિંદા હાલ મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં છે. અભિનેતાની પુત્રી ટીના આહુજાએ તેની હેલ્થ અપડેટ આપી છે. પુત્રીએ જણાવ્યું કે, ગોવિંદાનું ઓપરેશન થઈ ગયું છે, અને હવે તે જોખમમાંથી બહાર છે.
ગોવિંદાની પુત્રી ટીના આહુજાએ જણાવ્યું હતું કે, હાલ હું હાલમાં પાપા સાથે ICU માં હાજર છું. હું અત્યારે વધારે વાત કરી શકતી નથી.
ટીના આહુજાએ આગળ કહ્યું કે, પિતાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. ગોળી વાગ્યા બાદ પપ્પાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન સફળ રહ્યું હતું. ડૉક્ટર્સે તમામ ટેસ્ટ કર્યા છે, રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
ટીના આહુજાએ જણાવ્યું હતું કે, પપ્પા ઓછામાં ઓછા 24 કલાક ICUમાં રહેશે. 24 કલાક પછી ડૉક્ટર નક્કી કરશે કે, પપ્પાને વધુ સમય ICU માં રાખવા કે નહીં. ડૉક્ટર્સ સતત પપ્પાની દેખરેખ રાખી રહ્યા છે. ચિંતા કરવાની જરૂર નથી, આભાર.
ઉલ્લેખનીય છે કે, ગોવિંદા સાથેની આ ઘટના બાદ તરત જ પોલીસ અભિનેતાના ઘરે પહોંચી હતી. તેઓએ ગોવિંદાની બંદૂકનો કબજો લઈ લીધો છે.
સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું છે કે, જે બંદૂકમાંથી ગોળી ચલાવવામાં આવી હતી, તે લાઇસન્સવાળી બંદૂક હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
