Cyclone 'Tej' Updates: ગુજરાત સહિત ભારતમાં આ જગ્યાએ વાવાઝોડાનુ જોખમ, 'તેજ' નામ કોણે રાખ્યુ?
Cyclone Tej Updates: ઉત્તર ભારતમાં હવે ગુલાબી ઠંડકની શરુઆત થઈ ગઈ છે ત્યાં બીજી તરફ અરબી સમુદ્રમાં એક ભયંકર વાવાઝોડુ આવવાના ભણકારા વાગી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
આઈએમડી મુજબ જે ઝડપે આ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે તે મુજબ આજે રાત્રે અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે, જે તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થશે અને તેનું નામ 'તેજ' હશે. હવામાન વિભાગ આ વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

હવામાન વિભાગે સોમવારે તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે હાલમાં ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠે હાજર છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. જે ઝડપે તે આગળ વધી રહ્યું છે તે મુજબ મંગળવારે તે યમન અને ઓમાનના કિનારે પહોંચી જશે. ઝૂમ અર્થ અનુસાર ચક્રવાતની ઝડપ 175 કિમી પ્રતિ કલાક છે.
આ તોફાન ખૂબ જ શક્તિશાળી છે અને તેની અસર ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં પડશે. આ ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને નોંધપાત્ર અસર કરી શકે છે. વળી, તેના કારણે ઓડિશા અને બંગાળને પણ અસર થશે. હાલમાં તે ઓડિશામાં પારાદીપથી લગભગ 400 કિમી દૂર અને પશ્ચિમ બંગાળમાં દિઘાથી 550 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં હાજર છે.
આ વાવાઝોડાના કારણે ઓમાન અને બાંગ્લાદેશને પણ અસર થશે. આ કારણે 25 ઓક્ટોબર સુધી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મંગળવાર અને બુધવારે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
25 ઓક્ટોબર સુધી દરિયાની સ્થિતિ ઉબડ-ખાબડ રહેવાની શક્યતા છે, તેથી IMDએ માછીમારોને 24-25 ઓક્ટોબર સુધી બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠે જવાથી બચવાની સલાહ આપી છે. ભારતે આ વાવાઝોડાને 'તેજ' નામ આપ્યું છે.












Click it and Unblock the Notifications
