Cyclone Fengal : તમિલનાડુમાં વાવાઝોડા ફેંગલનો કહેર, ઘણી જગ્યાઓ પાણીમાં ગરકાવ

Cyclone Fengal : બંગાળની ખા઼ડીમાં સર્જાયેલુ વાવાઝોડુ ફેંગલ તમિલનાડુના દરિયાકિનારે ટકરાવાનું શરૂ થઈ ગયુ છે. વાવાઝોડાએ લેન્ડફોલ સાથે ભારે વિનાશ વેર્યો છે.

સમાચારો અનુસાર, ફેંગલના કારણે હવામાનમાં ઝડપી ફેરફાર થઈ રહ્યા છે. પુડુચેરીમાં ભારે વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે.

Cyclone Fengal

વાવાઝોડાની ગંભીરતા જોતા તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્ર અને રાહત બચાવ ટીમો સતત એલર્ટ પર છે. પુડુચેરી જિલ્લા પ્રશાસને લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ કરી છે.

પુડુચેરીમાં ફેંગલને પગલે પોલીસ, કોર્પોરેશનના કર્મચારીઓ, ફાયર બ્રિગેડ અને ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડ સ્થિતી સંભાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુડુચેરી જિલ્લા પ્રશાસને 12 લાખથી વધુ લોકોને એલર્ટ કર્યા છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ એ કુલોથુંગને જણાવ્યું કે, લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. અમે લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી બહાર કાઢ્યા છે અને તેમના માટે આશ્રયસ્થાનો તૈયાર કરવામાં આવ્યા છે. ફૂડ પેકેટ સપ્લાયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, વાવાઝોડાનું શનિવારે સાંજે પુડુચેરી નજીક લેન્ડફોલ શરૂ થયું છે. લેન્ડફોલનો ક્રમ લગભગ ચાર કલાક સુધી ચાલુ રહેવાની ધારણા છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના અધિક મહાનિર્દેશક એસ બાલચંદ્રને પીટીઆઈને જણાવ્યું કે, ચક્રવાતનું લેન્ડફોલ 30 નવેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યે શરૂ થયુ છે.

તેમણે પુષ્ટિ કરી કે, લેન્ડફોલ પુડુચેરી પ્રદેશની નજીક થઈ રહ્યું છે અને અંદાજ છે કે પ્રક્રિયા લગભગ ચાર કલાકમાં સમાપ્ત થઈ જશે. તેમણે કહ્યું કે, વધુ ડેટા ઉપલબ્ધ થતાં વધારાના અપડેટ આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X