Covid 19 Updates : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,774 નવા પોઝિટિવ કેસ નોંધાયા
Covid 19 Updates : દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો ચાલુ છે, પરંતુ તેમ છતાં દરેક વ્યક્તિએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,774 નવા કેસ નોંધાયા છે અને 306 લોકોના મોત થયા છે, જ્યારે 8,464 લોકો સાજા પણ થયા છે.
નવા કેસ નોંધાયા બાદ ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 3,46,90,510 થઈ ગઈ છે, જેમાંથી કુલ સક્રિય કેસની સંખ્યા 92,281 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 4,75,434 થઈ ગયો છે અને 3. 41,22,795 લોકો સાજા પણ થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 1,32,93,84,230 લોકોને કોરાના સામે રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે, શનિવાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે 11,89,459 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં શનિવારના રોજ કુલ 65,58,16,759 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મિઝોરમ-આસામમાં શનિવારના રોજ કોઇ મોત નહીં
જો રાજ્યોની વાત કરીએ તો, મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 260 નવા કેસ નોંધાયા છે અને એક પણ મૃત્યુ થયું નથી.
જ્યારે આસામમાં પણ છેલ્લા24 કલાકમાં કોરોનાના 112 નવા કેસ નોંધાયા છે, 137 લોકો સાજા થયા છે. આસામમાં પણ કોવિડથી કોઈનું મૃત્યુ થયું નથી.

દોઢ વર્ષની બાળકી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી
આમ તો દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ મહારાષ્ટ્રમાંથી આ અંગે રાહતના સમાચાર આવ્યા છે.
સરકારે શનિવારના રોજ જણાવ્યુંહતું કે, રાજ્યમાં ઓમિક્રોનના કોઈ નવા કેસ નોંધાયા નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 17 ઓમિક્રોન કેસ નોંધાયા છે, જેમાંથી 7 દર્દીઓને સાજા થયા બાદહોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જેમાં પૂણે જિલ્લાના પિંપરી ચિંચવાડ વિસ્તારની દોઢ વર્ષની બાળકી પણ શામેલ છે.

કોરોના વાયરસનો અંત આવ્યો નથી : સૌમ્યા સ્વામીનાથન
તેથી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને પણ કહ્યું છે કે, તે દરેકના મગજમાં મુખ્ય રીતે હોવું જોઈએ કે, કોરોના વાયરસસમાપ્ત થયો નથી અને દરેકને સાવચેત રહેવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
