Corona Vaccine: દેશની 70 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો!
દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ 70 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે આ માહિતી આપી હતી.
નવી દિલ્હી, 4 ઓક્ટોબર : દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ 70 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે આ માહિતી આપી હતી. બીજી તરફ દેશની 25 ટકા વસ્તીને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 90 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે, રસીના 89.89 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 5.67 કરોડથી વધુ ડોઝ હાલ રાજ્યો પાસે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે દેશમાં જાન્યુઆરી મહિનામાં રસીકરણની શરૂઆત થઈ હતી. કોરોનાની રસી સૌ પ્રથમ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને આપવામાં આવી હતી. આ પછી વૃદ્ધ અને બીમાર લોકોને રસી આપવામાં આવી હતી. હાલ રસી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આપવામાં આવી રહી છે.
હાલ દેશમાં કોરોનાની સ્થિતીની વાત કરીએ તો, દેશભરમાં દરરોજ 20 થી 25 હજાર નવા કેસ આવી રહ્યા છે. સોમવારે ડેટા જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 20799 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 26718 દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે, કોરોના વાયરસના કારણે 24 કલાકમાં 180 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશભરમાં કોરોના વાયરસના કુલ 2,64,458 દર્દીઓ છે. જ્યારે કોરોના સંક્રમણને કારણે દેશમાં અત્યાર સુધીમાં 4,48,997 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે દેશમાં પાંચ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના દૈનિક કેસ સૌથી વધુ છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 86 ટકા નવા કેસ પાંચ રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી આવી રહ્યાં છે. તેમાંથી 59 ટકા માત્ર કેસ કેરળના છે.












Click it and Unblock the Notifications
