હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી 84 ઉમેદવારોની પહેલી યાદી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી દીધી છે. 84 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી દીધી છે. 84 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. બુધવારે મોડી રાતે કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીને જોતા 84 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી. કોંગ્રેસની આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનુ નામ પણ શામેલ છે.

bhupendra sinh huda

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ગઢી સાંપલાથી ચૂંટણી લડશે. વળી, રણદીપ સૂરજેવાલા કેથલ, કુલદીપ બિશ્નોઈને આદમપુર અને કિરણ ચૌધરીને તોશામથી ટિકિટ આપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ 84 ઉમેદવારોની યાદીમાં અશોક તંવરનુ નામ નથી. આ યાદીમાં હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ કુમારી સૈલજા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરના નામ નથી.

વાસ્તવમાં હાલમાં જ અશોક તંવરે હરિયાણા કોંગ્રેસની ટિકિટ 5 કરોડમાં વેચવાનો આરોપ લગાવ્યો ત્યારબાદથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમનુ નામ કોંગ્રેસ ઉમેદવારોની યાદીમાં શામેલ નહિ થાય. જ્યાં અશોક તંવરની ટિકિટ કપાઈ ત્યાં પાર્ટીએ માત્ર એક વર્તમાન ધારાસભ્યને છોડીને બાકી બધાને ટિકિટ આપી છે. હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના 17 ધારાસભ્ય છે જેમાંથી પાર્ટીએ માત્ર રેણુકા બિશ્નોઈને ઉમેદવાર નથી બનાવ્યા જે હાંસીના ધારાસભ્ય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X