Karnataka Elecation : બીજેપી નેતાના હેલિકોપ્ટરમાં રોકડ ભરેલી બેગ કર્ણાટક લવાઈ હોવાનો કોંગ્રેસ નેતાનો દાવો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે હાલ તમામ પાર્ટીઓ મેદાને છે. ભાજપ, કોંગ્રેસ અને જેડીએસે પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે. કર્ણાટકમાં ગરમીમાં નેતાઓ ચૂંટણી પ્રચારમાં પરસેવો પાડી રહ્યા છે. એતક તરફ સત્તા બચાવવા બીજેપી મેદાને છે તો બીજી તરફ કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવા પ્રયાસો કરી રહી છે. હવે કોંગ્રેસ નેતાએ બીજેપી પર મોટો આરોપ લગાવતા મોટો દાવો કર્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિનય કુમાર સોરકેએ બીજેપી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, હેલિકોપ્ટરમાં જંગી રકમ ભરેલી બેગ કર્ણાટક લાવવામાં આવી છે. વિનય કુમાર સોરકેએ જણાવ્યું કે પૈસા ભરેલી આ બેગ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અને રાજ્ય બીજેપીના ચૂંટણી પ્રભારી અન્નામલાઈના હેલિકોપ્ટરમાં પહોંચાડવામાં આવી, જે ઉડુપી પહોંચ્યા છે.
કૌપ મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર વિનય કુમાર સોરકેએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે ચૂંટણી અધિકારીઓને જાણ કરી છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતા પહેલા કોંગ્રેસ ભવનમાં પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યા બાદ સોરકે બોલી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
