Punjab Assembly Election 2022 : CMના ભાઈને ટિકિટ ન આપીવી એ સમગ્ર SC સમુદાયનું અપમાન
આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબ બાબતોના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ બુધવારના રોજ કોંગ્રેસ નેતૃત્વ પર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ફાળવણી પ્રક્રિયામાં SC વિરોધી નીતિને અનુસરવાનો આરોપ મૂક્યો હતો.
Punjab Assembly Election 2022 : આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબ બાબતોના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ બુધવારના રોજ કોંગ્રેસ નેતૃત્વ પર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ફાળવણી પ્રક્રિયામાં SC વિરોધી નીતિને અનુસરવાનો આરોપ મૂક્યો હતો.

રાઘવ ચઢ્ઢાએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ પાસે એસસી નેતાઓ માટે સ્થાન નથી અને જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબના તમામ મોટા કોંગ્રેસના નેતાઓ, તેમના ભાઈઓ અને ભત્રીજાઓ, પુત્રો અને જમાઈઓને તેમની માંગણી મુજબ ટિકિટ આપી હતી, પરંતુ મુખ્યમંત્રીના ભાઈ ડો. મનોહર સિંહે સ્પષ્ટપણે વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવા છતાં તેમને ડેરા બસ્સીમાંથી ટિકિટ આપવામાં આવી ન હતી.
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે અબોહરથી સુનીલ જાખરના ભત્રીજાને, રાયકોટથી લોકસભા સાંસદ અમર સિંહના પુત્રને, કરતારપુરથી સાંસદ સંતોષ ચૌધરીના ભત્રીજાને અને તેમનો પુત્ર ફિલૌરથી ચૂંટણી લડશે. તેમના ભાઈને ટિકિટ આપવાનો ઇન્કાર કરીને ચન્નીનું નહીં, પરંતુ સમગ્ર SC સમુદાયનું અપમાન કરવામાં આવ્યું હતું.
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, આ કોંગ્રેસની જૂની નીતિ છે અને 18 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસે SCના એક સુશીલ કુમાર શિંદેને બે મહિના માટે મુખ્યમંત્રી બનાવ્યા હતા અને ચૂંટણી પછી તેઓએ તેમની બદલી કરી હતી. તેમણે કહ્યું કે, પંજાબમાં એસસી સીએમ તરીકે ચન્નીના ચહેરાનો આ જ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
