UP Assembly Election : કોંગ્રેસે સ્ક્રિનિંગ કમિટીની રચના કરી, જીતેન્દ્ર સિંહ પ્રમુખ, પ્રિયંકા ગાંધી પણ સભ્ય
UPમાં યોજાનારી આગામી ચૂંટણી માટે કોંગ્રેસે એક સ્ક્રિનિંગ કમિટીની રચના કરી છે. જીતેન્દ્ર સિંહને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે દીપેન્દ્ર સિંહ હુડા અને વર્ષા ગાયકવાડને સમિતિના સભ્યો તરીકે નિયુક્ત કરાયા છે.
લખનઉ : ઉત્તરપ્રદેશમાં યોજાનારી આગામી ચૂંટણી માટે કોંગ્રેસે એક સ્ક્રિનિંગ કમિટીની રચના કરી છે. જીતેન્દ્ર સિંહને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે દીપેન્દ્ર સિંહ હુડા અને વર્ષા ગાયકવાડને સમિતિના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ મહાસચિવ અને પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા, યુપી કોંગ્રેસ સમિતિના વડા અજય કુમાર લલ્લુ અને આરાધના મિશ્રા મોના પદાધિકારી સભ્યો હશે.
વેણુગોપાલે પત્ર જારી કર્યો
કોંગ્રેસ મહાસચિવ કેકે વેણુગોપાલે આ સમિતિની રચના અંગે માહિતી આપતો પત્ર જારી કર્યો છે. પત્રમાં જણાવાયું છે કે, માનનીય કોંગ્રેસ પ્રમુખે ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે એક સ્ક્રિનિંગ કમિટીની રચના કરી છે, જે તાત્કાલિક અસરથી કામ કરશે. જેમાં જીતેન્દ્ર સિંહને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિયાણાના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય વર્ષા ગાયકવાડને તેના સભ્યો બનાવવામાં આવ્યા છે. આ સાથે પાર્ટીના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી તેના પદાધિકારી સભ્ય છે. પ્રિયંકાની સાથે યુપીમાં કોંગ્રેસના વડા અજય કુમાર લલ્લુ અને વિધાનસભામાં પક્ષના નેતા આરાધના મિશ્રા મોનાને પણ પદભાર સભ્ય તરીકે સ્થાન મળ્યું છે.

કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે છ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ સાથે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ માટે તૈયારી કરી લીધી છે અને તેમને ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.
ગાંધી પરિવારના તમામ સભ્યો માત્ર લોકસભાની ચૂંટણી લડ્યા
આ સાથે પ્રિયંકા ગાંધી અમેઠી કે રાયબરેલી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડે તેવી અટકળો પણ ચાલી છે. જો આવું થશે તો તે ગાંધી પરિવારની વિધાનસભાની ચૂંટણી લડનારી પ્રથમ સભ્ય બનશે. આ અગાઉ ગાંધી પરિવારના તમામ સભ્યો માત્ર લોકસભાની ચૂંટણી લડ્યા છે.
પ્રિયંકા ગાંધીની પ્રથમ પસંદગી અમેઠી છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રથમ પસંદગી અમેઠી વિધાનસભા ક્ષેત્ર છે. કારણ કે આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. જો કે, રાયબરેલી બેઠક પણ કોંગ્રેસનો ગઢ છે, પરંતુ અમેઠી બેઠક પર ભાજપ તરફથી રાહુલ ગાંધીની હારનો બદલો પણ લેવાનો હજૂ બાકી છે. આ સાથે જ પ્રિયંકા 2024ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને પડકારવા માટે અમેઠીમાં લોકસભા ચૂંટણી માટે મેદાન પણ તૈયાર કરશે.
માત્ર અમેઠી અને રાયબરેલી જ કેમ?
અમેઠી અને રાયબરેલી બેઠકો નેહરુ-ગાંધી પરિવારનો પરંપરાગત ગઢ રહ્યો છે, પરંતુ આ દિવસોમાં કોંગ્રેસ પાર્ટી બેઠકોમાં જ બળવો કરી રહી છે. રાયબરેલી શહેરની બેઠક પરથી કોંગ્રેસના બે ધારાસભ્યો અદિતિ સિંહ અને હરચંદપુરથી રાકેશ સિંહે પક્ષ સામે બળવો કર્યો હતો અને તેમની વફાદારી હવે ભાજપ સાથે છે.
લોકો સાથે કોંગ્રેસના સંબંધોને મજબૂત કરવા માંગે છે - પ્રિયંકા ગાંધી
આવા સમયે 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાંથી રાહુલ ગાંધીની હાર બાદ ગાંધી પરિવારનું વર્ચસ્વ ત્યાં ઘટી ગયું છે. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયતને કારણે રાયબરેલીમાં જનતા સાથે ગાંધી પરિવારનો સંપર્ક પણ ઘટ્યો છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી બંને બેઠકો પર કોંગ્રેસ પાર્ટીનો જૂનો વિશ્વાસ પાછો મેળવવા અને લોકો સાથે કોંગ્રેસના સંબંધોને મજબૂત કરવા માંગે છે.
પ્રિયંકા ગાંધી પાર્ટી છોડીને ગયેલા નેતાઓ પરત લાવશે
યુપીની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાને એક વાસ્તવિક વિકલ્પ તરીકે સાબિત કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. જે કારણે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં ગયેલા લોકોને પરત લાવવા માટે તમામ પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો જરૂર પડશે, તો તે પોતે તેમને પોતે નેતાઓના ઘરે જશે અથવા તેમની સાથે ફોન પર વાત કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
