Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM ભગવંત માને સિંગાપુર ટ્રેનિંગ લઈને આવેલા શાળાના આચાર્યોની મુલાકાત કરી અનુભવો જાણ્યા

મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને જણાવ્યુ કે, સરકારી શાળાઓના 36 આચાર્યો સિંગાપોરમાં તાલીમ લીધા પછી આજે તેમની જમીન પર પાછા ફર્યા છે, જેમનું હું આદર સાથે સ્વાગત કરીશ.

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર શિક્ષણને લઈને જમીની સુધારા પર ધ્યાન આપી રહી છે. હાલમાં જ પંજાબ સરકારે સરકારી શાળાના આચાર્યોને સિંગાપુર ટ્રેનિંગ માટે મોકલ્યા હતા. હવે આ આચાર્યો ટ્રેનિંગ લઈને પરત ફરતા મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત કરી અનુભવ જાણ્યા હતા. મુખ્યમંત્રી ભગવંત માને ખુદ આ જાણકારી આપી હતી.

bhagwant mann

મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને જણાવ્યુ કે, સરકારી શાળાઓના 36 આચાર્યો સિંગાપોરમાં તાલીમ લીધા પછી આજે તેમની જમીન પર પાછા ફર્યા છે, જેમનું હું આદર સાથે સ્વાગત કરીશ. હું આશા રાખું છું કે દરેકની તાલીમ સફળ રહી છે. તમે આ દિવસોમાં આનંદ માણ્યો છે અને તમે શીખ્યા છો તે બાળકો માટે પણ ઉપયોગી થશે. સૌને શુભકામનાઓ.

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સિંગાપોરમાં ટ્રેનિંગમાંથી પરત ફરેલા 36 સ્કૂલના આ આચાર્યો સાથે વાતચીત કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે ભગવંત માને 4 ફેબ્રુઆરીએ 36 આચાર્યોની પ્રથમ બેચ સિંગાપોર મોકલી હતી. આ આચાર્યો 6 થી 10 ફેબ્રુઆરી દરમિયાન સિંગાપોરમાં પ્રોફેશનલ ટીચિંગ ટ્રેનિંગ સેમિનારમાં હાજરી આપ્યા બાદ 11 ફેબ્રુઆરીએ પરત ફર્યા છે.

અહીં તમને જણાવી દઈયે કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સતત શિક્ષણને સુધારવાના પ્રયાસ કરી રહી છે અને આના માટે સતત નવા નિર્ણયો લઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X