મેઘાલયમાં મતગણતરી પહેલા સંગમાએ હિમંત વિશ્વ શર્મા સાથે ગુવાહાટીમાં કરી મુલાકાત
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા ગુવાહાટીમાં આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્મા સાથે મુલાકાત કરી.
શિલૉંગઃ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા ગુવાહાટીમાં આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્મા સાથે મુલાકાત કરી. સૂત્રોએ બુધવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યુ કે ભાજપના નેતૃત્વ હેઠળના નૉર્થઈસ્ટ ડેવલપમેન્ટ એલાયન્સ(NEDA)ના વડા છે. તેઓ મંગળવારે રાતે ગુવાહાટીની એક હોટલમાં મળ્યા હતા એમ તેમણે જણાવ્યુ હતુ. એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યુ કે, 'સંગમા ગઈકાલે રાતે ગુવાહાટીમાં હતા અને તેમના મિત્ર શર્મા તેમને મળવા હોટલ પહોંચ્યા.'

મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા અને સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી) વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહેલી ચૂંટણી પછીના સર્વેક્ષણો વચ્ચે આ બેઠક થઈ છે. મેઘાલય વિધાનસભા માટે સોમવારે મતદાન થયુ હતુ અને આજે ગુરુવારે મતગણતરી કરવામાં આવશે. એનપીપીની આગેવાની હેઠળના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)ના ભાગરૂપે ભાજપ અને એનપીપી છેલ્લા પાંચ વર્ષથી મેઘાલયમાં સરકાર ચલાવી રહ્યા છે પરંતુ બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી.
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ મંગળવારે દાવો કર્યો હતો કે ત્રિપુરા, નાગાલેન્ડ અથવા મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા નહીં હોય અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ત્રણેય પૂર્વોત્તર રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. કેટલાક પોસ્ટ-પોલ સર્વેમાં ત્રિપુરા અને મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
