Chhattisgarh : છત્તીસગઢમાં નક્સલીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી, 12 નક્સલીઓ ઠાર
Chhattisgarh : છત્તીસગઢમાં નક્સલીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. રાજ્યની સુકમા-બીજાપુર બોર્ડર પર થયેલા એક એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર કરાયા છે.
બીજાપુર હુમલા બાદ આ પોલીસ માટે મોટી સફળતા છે. વિસ્તારમાં નક્સલી પ્રવૃતિ રોકવા ચાલી રહેલા અભિયાન દરમિયાન આ એન્કાઉન્ટરને અંજામ અપાયો.

હુમલા બાદ છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ બીજાપુર હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો અને સમગ્ર વિસ્તારમાં IED તૈનાત કરવાની નક્સલી વ્યૂહરચનાની પણ નિંદા કરી.
તેમણે IED વિસ્ફોટો વિશે વાત કરતા કહ્યું કે, આ ફક્ત સુરક્ષા કર્મચારીઓને જ નિશાન બનાવતા નથી પરંતુ નાગરિકો અને પ્રાણીઓને પણ જોખમમાં મૂકે છે.
તેમણે વિગતો આપતા કહ્યું કે, આ નક્સલીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય છે. તેમણે દરેક જગ્યાએ IED પ્લાન્ટ કર્યા છે. આમાં સુરક્ષા કર્મચારીઓ, નાગરિકો અને પ્રાણીઓ પણ મરી જઈ રહ્યાં છે. ગઈકાલે 2 સુરક્ષા કર્મચારીઓને ઈજા થઈ હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંને સુરક્ષિત છે.
જણાવી દઈએ કે, IED વિસ્ફોટમાં બે જવાન ઘાયલ થયા બાદ બીજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
જણાવી દઈએ કે, આ પહેલા 12 જાન્યુઆરીએ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત પાંચ નક્સલીઓના મોત થયા હતા. આ એન્કાઉન્ટર નક્સલવાદી જૂથો દ્વારા ઉભા થયેલા ખતરાને બેઅસર કરવા માટે સુરક્ષા દળો દ્વારા લેવામાં આવતી શ્રેણીબદ્ધ કાર્યવાહીનો જ એક ભાગ છે.
આ પહેલા 6 જાન્યુઆરીએ બસ્તર ડિવિઝનના બીજાપુર જિલ્લામાં IED વિસ્ફોટમાં પોલીસ વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં આઠ સુરક્ષા કર્મચારીઓ અને એક નાગરિક ડ્રાઇવરના મોત થયા હતા.












Click it and Unblock the Notifications
