Chhattisgarh Election : છત્તીસગઢમાં બીજેપીએ મેનિફેસ્ટો લોંચ કર્યો, જનતા સામે આ મોટા વાયદા કર્યા
પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી બીજેપીએ હવે ચૂંટણી જીતવા માટે વાયદાઓનો વરસાદ કર્યો છે. આ ક્રમમાં જ બીજેપીએ છત્તીસગઢમાં જનતા સામે મોટા વાયદા કર્યા છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં બીજેપી કાર્યશાળા સંકુલમાં બીજેપીનો મેનિફેસ્ટો જનતા સામે મુક્યો હતો.

મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ અમિત શાહે કહ્યું કે, આગામી 5 વર્ષમાં અમે છત્તીસગઢને સૌથી વિકસિત રાજ્ય બનાવીશું. અમારી સરકારે 15 વર્ષ સુધી રાજ્યના વિકાસ માટે ઘણા કામ કર્યા. ઘણી યોજનાઓ છત્તીસગઢથી શરૂ થઈ.
અમિત શાહે કહ્યું કહ્યું કે, પંચાયત ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાની શરૂઆત છત્તીસગઢથી થઈ છે. અમારી સરકારે પાવર સર પ્લસ સ્ટેટ બનાવ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, 2 વર્ષમાં 1 લાખ પોસ્ટ પર નવી નોકરીઓનું સર્જન થશે.
તેમણે આગળ કહ્યું કે, અમારી સરકારે 2 થી 15 મેડિકલ કોલેજનો વિસ્તાર કર્યો છે. આ ઉપરાંત 50 એન્જિનિયરિંગ કોલેજો પણ પહોંચી છે. 2 થી 16 સુધી મેનેજમેન્ટ કોલેજો શરૂ કરવામાં આવી છે. આ સિવાય 42 એકલવ્ય શાળાઓ બનાવવામાં આવી છે.
ગૃહમંત્રીએ કહ્યું કે, છત્તીસગઢના વિકાસમાં સૌથી મોટો અવરોધ ભૂપેશ બઘેલ છે. ભૂપેશ બઘેલ કોંગ્રેસ પાર્ટીના એટીએમ છે. અમિત શાહે કહ્યું કે, અમે લાખો લોકો સાથે ચર્ચા કરીને મેનિફેસ્ટો તૈયાર કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
