નક્સલીઓ સાથેની અથડામણમાં સબ ઈન્સ્પેક્ટર શહીદ, 4 નક્સલી ઠાર
છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના અત્યંત નક્સલ પ્રભાવિત માનપુર વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે પોલિસની નક્સલીઓ સાથે અથડામણ થઈ.
છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના અત્યંત નક્સલ પ્રભાવિત માનપુર વિસ્તારમાં શુક્રવારે મોડી રાતે પોલિસની નક્સલીઓ સાથે અથડામણ થઈ. આમાં ચાર નક્સલી ઠાર મરાયા જ્યારે સબ ઈન્સ્પેક્ટર શ્યામ કિશોર શર્મા શહીદ થઈ ગયા. એએસપી નક્સલ ઑપરેશન જીએન બઘેલે જણાવ્યુ કે મોડી રાતે ક્ષેત્રન જંગલોમાં સર્ચિંગ માટે પોલિસ ટીમ નીકળી હતી. આ દરમિયાન ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલે નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ.

પોલિસ ટીમે પણ વળતી કાર્યવાહી શરૂ કરી. અડધી રાત સુધુ પોલિસની નક્સલીઓ સાથેની અથડામણ અને બંને તરફથી ભારે ગોળીબાર થતી રહી. આ દરમિયાન મદનવાડા પોલિસ સ્ટેશન પ્રભારી શ્યામ કિશોર શર્મા નક્સલીઓ સામે લડતા શહીદ થઈ ગયા. જણાાવવામાં આવ્યુ છે કે તેમના પેટમાંથી ગોળી આરપાર થઈ ગઈ. ચાર નક્સલીઓના આ અથડામણમાં માર્યા જવાના સમાચાર છે જેમાં 2 મહિલા નક્સલી પણ શામેલ છે. બધા નક્સલીઓના શબ મેળવી લેવાયા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
પોલિસને ઘટના સ્થળેથી એકે-47 અને રાઈફલ જપ્ત કરી લીધી છે. ઘટનાની જાણકારી મળતા જ એસપી જિતેન્દ્ર શુક્લા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે 12 જુલાઈ 2009ના રોજ આ વિસ્તારમાં નક્સલ અથડામણમાં એસપી વીકે ચૌબે સહિત 29 જવાન શહીદ થઈ ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
