જો પરિબળો પ્રતિકૂળ રહ્યા તો મૂન લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવાશેઃ ઈસરો વૈજ્ઞાનિક
Chandrayaan 3 Landing: 23 ઓગસ્ટે, ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાના બે કલાક પહેલા, અમે લેન્ડર મોડ્યુલના સ્વાસ્થ્ય અને ચંદ્ર પરની સ્થિતિના આધારે તે સમયે તેને લેન્ડ કરવું યોગ્ય રહેશે કે નહીં તે અંગે નિર્ણય લઈશું. જો કોઈ પરિબળ સાનુકૂળ ન જણાય તો અમે 27 ઓગસ્ટે મોડ્યુલને ચંદ્ર પર લેન્ડ કરીશું. કોઈ સમસ્યા ન થવી જોઈએ, તો અમે 23 ઓગસ્ટે મોડ્યુલને લેન્ડ કરી શકીશું તેમ અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરોના ડિરેક્ટર નિલેશ એમ દેસાઈએ જણાવ્યું હતું.
એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું, "23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાના બે કલાક પહેલા, અમે લેન્ડર મોડ્યુલના સ્વાસ્થ્યના આધારે તે સમયે તેને લેન્ડ કરવું યોગ્ય રહેશે કે નહીં તે અંગે નિર્ણય લઈશું.

તેમણે જણાવ્યુ કે જો કોઈ પરિબળ અનુકૂળ ન હોય તો, અમે 27 ઓગસ્ટે મોડ્યુલને ચંદ્ર પર લેન્ડ કરીશું. કોઈ સમસ્યા ન થવી જોઈએ અને અમે 23 ઓગસ્ટે મોડ્યુલને લેન્ડ કરી શકીશું." ઈસરોના અગાઉના નિવેદન મુજબ, લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.04 વાગ્યાની આસપાસ ચંદ્રની સપાટી પર નીચે આવવાની ધારણા છે.
MOX (મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ) ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે સ્થિત છે. ઈસરોએ એક અપડેટમાં જણાવ્યું હતું કે, લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ 23 ઓગસ્ટે સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.
તમને જણાવી દઈએ કે 14 જુલાઈએ પોતાના પ્રક્ષેપણ બાદ ચંદ્રયાન 3એ 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કર્યો, ત્યારબાદ તેના બંને મૉડ્યુલોના અલગ થતા પહેલા 6, 9, 14 અને 16 ઓગસ્ટે ઉપગ્રહ પર કક્ષામાં કમી લાવવાની પ્રક્રિયા કરવામાં આવી.
ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ અને ફરવા માટે એન્ડ-ટુ-એન્ડની ક્ષમતા દર્શાવવા માટે ચંદ્રયાન-2 માટેનું ફોલો-ઓન મિશન છે. લેન્ડર અને રોવર પાસે ચંદ્રની સપાટી પર પ્રયોગો કરવા માટે વૈજ્ઞાનિક પેલોડ છે.
આ દરમિયાન ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-2 ઓર્બિટર અને ચંદ્રયાન-3ના લુનર મોડ્યુલ વચ્ચે દ્વિ-માર્ગી સંચાર સ્થાપિત કરવામાં આવ્યો છે. Ch-2 ઓર્બિટરે ઔપચારિક રીતે Ch-3 LMનું સ્વાગત કર્યું. બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર સ્થાપિત થયો. MOX પાસે હવે LM સુધી પહોંચવા માટે વધુ માર્ગો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
