Chandrayaan-3 Landing Time: ISRO એ જણાવ્યો ચંદ્રયાન-3ના લેન્ડિગનો ચોક્કસ સમય

Chandrayaan-3 Landing Time : ચંદ્ર પર ઉતરવા જઇ રહેલા ભારતના ચંદ્રયાન-3 ક્યારે લેન્ડ થશે એવો સવાલ દરેક ભારતીય પૂછી રહ્યો છે. આવા સમયે ISROએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 આવનારી 23 ઓગસ્ટની સાંજે અંદાજે 6 કલાક અને 4 મિનિટ પર ચંદ્રની સપાટી પર લેન્ડ કરવા તૈયાર છે.

ISRO દ્વારા શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર માનવામાં આવ્યો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે થોડીવાર પહેલા રશિયન સ્પેસક્રાફ્ટ લુના-25ના ક્રેશના સમાચારે સમગ્ર વિશ્વમાં નિરાશાનું વાતાવરણ સર્જ્યું હતું. ભારતમાં લોકો ઈસરોના ચંદ્રયાન-3 મિશન માટે પ્રાર્થના કરી રહ્યા છે. આજે ઈસરોએ લેન્ડિંગના લાઈવ ટેલિકાસ્ટની લિંક પણ શેર કરી છે.

Chandrayaan-3

તમે પણ આ ISRO ના ટ્વિટ પર આપવામાં આવેલી લિંક પર જઈને ચંદ્ર પર પહોંચવાની ભારતની ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની શકો છો. ISRO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના ચંદ્રયાન-3 મિશન સાથે ભારત અવકાશ સંશોધનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચી ગયું છે.

દેશ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે. આ સિદ્ધિ ભારતીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તે અવકાશ સંશોધનમાં આપણા દેશની પ્રગતિ પણ દર્શાવે છે.

ISRO એ જણાવ્યું છે કે, દેશ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, તેનું લાઈવ પ્રસારણ 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5.27 વાગ્યાથી કરવામાં આવશે. તેને ઈસરોની વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક પેજ અને ડીડી નેશનલ ચેનલ સહિત વિવિધ પ્લેટફોર્મ પર જોઈ શકાય છે.

ISRO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચંદ્ર પર ઉતરાણ એ એક એવી ક્ષણ હશે, જે માત્ર જિજ્ઞાસા જ નહીં, પરંતુ આપણા યુવાનોના મનમાં શોધખોળ માટેના જુસ્સા અને ઉત્સાહને પણ પ્રજ્વલિત કરશે. અમે ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીના પરાક્રમની સામૂહિક રીતે ઉજવણી કરીએ છીએ, ત્યારે તે ગર્વની ભાવના જગાડે છે.

રશિયન અવકાશયાન સાથે શું થયું? - રશિયાની સ્પેસ એજન્સીએ રવિવારના રોજ જણાવ્યું હતું કે, તેમનું લુના-25 અવકાશયાન ચંદ્ર પર ક્રેશ થયું છે. માનવરહિત રોબોટિક લેન્ડર ભ્રમણકક્ષામાં અનિયંત્રિત થયા બાદ ચંદ્ર સાથે અથડાયું હતું. રશિયાએ આ મહિનાની શરૂઆતમાં 1976 માં સોવિયત યુગ પછી પ્રથમ વખત તેનું ચંદ્ર મિશન મોકલ્યું હતું. ટેક્નિકલ ખામી થોડા કલાકો પહેલા જ મળી આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X