ચંદા કોચર સામે FIR નોંધનાર CBI ઓફિસરનું ટ્રાન્સફર
આઈસીઆઈસીઆઈ બેંક ની પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર સાથે તેમના પતિ દિપક કોચર અને વીડિયોકોન ગ્રૂપના વીએન ધૂત સામે દગાખોરી કરવાના આરોપમાં સીબીઆઈ ઘ્વારા 22 જાન્યુઆરી દરમિયાન એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આઈસીઆઈસીઆઈ બેંક ની પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર સાથે તેમના પતિ દિપક કોચર અને વીડિયોકોન ગ્રૂપના વીએન ધૂત સામે દગાખોરી કરવાના આરોપમાં સીબીઆઈ ઘ્વારા 22 જાન્યુઆરી દરમિયાન એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર પર સાઈન કરનાર સીબીઆઈ અધિકારી એસપી સુધાંશુ ધર મિશ્રાને એક દિવસ પછી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આપને જણાવી દઈએ કે ચંદા કોચર સામે ચાલી રહેલી કાર્યવાહી અંગે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સીબીઆઈ પર પ્રહાર કર્યો છે. ત્યારપછી સીબીઆઈ અધિકારીના ટ્રાન્સફર વિશે ખબર આવી છે.
આ પણ વાંચો: ચંદા કોચર સાથે જોડાયેલ વીડિયોકોન લોન કેસમાં સીબીઆઈએ FIR દાખલ કરી, કેટલાય ઠેકાણે દરોડા પાડ્યા

સીબીઆઈ ઓફિસરનું રાંચી ટ્રાન્સફર
ઇન્ડિયન એક્સપ્રેસ રિપોર્ટ અનુસાર એસપી સુધાંશુ ધર મિશ્રા જેઓ સીબીઆરના બેન્કિંગ એન્ડ સિક્યોરિટી ફોર્ડ સેલમાં કાર્યરત હતા તેમને 22 જાન્યુઆરી દરમિયાન ચંદા કોચર સામે એફઆઈઆર દસ્તાવેજ પર સાઈન કરી હતી. બીજા જ દિવસે તેમનું ટ્રાન્સફર રાંચી કરી દેવામાં આવ્યું.

અરુણ જેટલીએ સીબીઆઈ પર પ્રહાર કર્યા
ચંદા કોચર સામે એફઆઈઆર નોંધાયા પછી કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સીબીઆઈને દુઃસાહસથી બચવા અને ફક્ત દોષીઓ પર ધ્યાન આપવાની સલાહ આપી.

આ સીબીઆઈનો નિર્ણય છે
સરકારી સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે અરુણ જેટલી ઘ્વારા કરાવમાં આવેલી ટિપ્પણી ફક્ત એક સલાહ હતી તેને એજેંસીમાં હસ્તક્ષેપ તરીકે ના લેવામાં આવે. એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અરુણ જેટલીએ ઘ્વારા એક તર્ક આપવામાં આવ્યો હતો કે તમે કોઈ પણ પુરાવા વિના આટલો મોટો આરોપ ના લગાવી શકો. તેમને કહ્યું કે અધિકારીની ટ્રાન્સફર સીબીઆઈનો નિર્ણય છે, તેનાથી સરકારને કોઈ લેવાદેવા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
