બજેટ 2019: 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
કેન્દ્રની મોદી સરકારે સેલરી ક્લાસ લોકોને એક મોટી ભેટ આપી છે. તેમને ટેક્સમાં 5 લાખ સુધીની આવક પર છૂટ આપી છે.
કેન્દ્રની મોદી સરકારે સેલરી ક્લાસ લોકોને એક મોટી ભેટ આપી છે. તેમને ટેક્સમાં 5 લાખ સુધીની આવક પર છૂટ આપી છે. અત્યારસુધી અઢી લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો ના હતો જેને વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે. પિયુષ ગોયલની મોટી જાહેરાત પછી સેલરી વર્ગને એક મોટી રાહત મળી છે. તેમને હવે 5 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે.
આ પણ વાંચો: Budget 2019: ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની ઘોષણા

ટેક્સ મર્યાદા અઢી લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી
સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવી છે. 40 હજાર સુધીના વ્યાજ પર ટીડીએસ નહિ લાગે. ટેક્સ મર્યાદા વધારી દેવાને કારણે 3 કરોડ લોકો ટેક્સ સ્લેબથી બહાર આવી ગયા છે. સેલરી વર્ગના લોકોને 6.50 લાખની ઈન્ક્મ પર કોઈ ટેક્સ નથી.

અમે કરદાતાઓનો આભાર માનીયે છે: પિયુષ ગોયલ
પિયુષ ગોયલે જણાવ્યું કે અમે કરદાતાઓનો આભાર માનીયે છે. તમારા ટેક્સને કારણે દેશનો વિકાસ થાય છે. જો 6.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર પ્રોવિડન્ટ ફંડ અથવા બીજી ઇકવીટી માં રોકાણ કરે છે તો તેમને કોઈ ટેક્સ નહીં આપવો પડે. જીએસટીમાં સતત થઇ રહેલા ઘટાડાને કારણે લોકોને 80 હજાર કરોડની રાહત મળી છે.

નાના ખેડૂતોના ખાતામાં 6 હજાર આપવાનું એલાન
બજેટ 2019 દરમિયાન નાણામંત્રી પિયુષ ગોયલે ખેડૂતો માટે ઘણી ઘોષણાઓ કરી છે. તેમને કહ્યું કે તેમની સરકાર પીએમ સમ્માન નિધિ શરુ કરી રહી છે. તેના હેઠળ જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેમને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે. તેનાથી લગભગ 12 કરોડ ખેડૂતોને થશે.

ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે
તેમને કહ્યું કે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ આ સરકારે પાછલા પાંચ વર્ષમાં કર્યો છે. ખેડૂતોને આ 6 હજાર રૂપિયા 3 ઈન્સ્ટોલમેન્ટમાં ખેડૂતાના બેંક અકાઉન્ટમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય છે. ખેડૂતોની ઉન્નતી અને આવકમાં વૃદ્ધિ થાય તે માટે અમારી સરકારે ઈતિહાસમાં પહેલીવાર તમામ 22 ફસલમાં ટેકાના ભાવ મહત્તમ આપ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
