Video: બૉર્ડર પર BSFના જવાનોએ રમ્યા હોળી, દેશભક્તિના ગીતો પર ઝૂમ્યા સૈનિક
આજે દેશભરમાં હોળીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. વળી, સેનાના જવાન પણ આ તહેવારને ધામધૂમથી મનાવી રહ્યા છે.
જમ્મુઃ આજે દેશભરમાં હોળીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. વળી, સેનાના જવાન પણ આ તહેવારને ધામધૂમથી મનાવી રહ્યા છે. જમ્મુની ઈન્ટરનેશનલ બૉર્ડરથી બીએસએફના જવાનોનો વીડિયો સામે આવ્યો છે જેમાં જવાનો નાચતા-ગાતા અને હોળી મનાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જવાન ખુદ જ ઢોલક વગાડતા દેખાઈ રહ્યા છે. આમાં જવાન એકબીજાને રંગ લગાવતા દેખાઈ રહ્યા છે. માતૃભૂમિની રક્ષા માટે તૈનાત બીએસએફના જવાનોએ પણ રંગોના તહેવારની ઉજવણી કરી.

બીએસએફના જવાનોએ અહીં ઢોલ-નગારા સાથે નાચગાન અને ખુશીઓ સાથે હોલી મનાવી. હોળી મનાવવા દરમિયાન જવાનોએ તિરંગો લહેરાવીને હોળી મનાવી. જમ્મુના ગજનૂસ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમા પર બીએસએફના જવાનોએ બૉલિવુડ સોંગ રંગ બરસે ગાઈને એકબીજાને રંગ લગાવ્યો. આ દરમિયાન ઢોલ પણ વાગ્યા અને જવાનોએ ખુશીને પ્રસંગે ડાંસ પણ કર્યો. આ તરફ પુંછમાં ભારતીય સેનાની દુર્ગા બટાલિયનમાં જવાનોએ પરસ્પર જોરદાર હોળી રમી.
આ તરફ બીએસએફ સેક્ટર ગુરદાસપુરના ડીઆઈજી પ્રભાકર જોશીના દિશા નિર્દેશો પર રંગોના તહેવાર હોળીના પ્રસંગે રવિવારે બીએસએફની વિવિધ બટાલિયનોએ હેડક્વાર્ટર તેમજ બીઓપી પર પૂજન કરવા ઉપરાંત હોલિકા પ્રગટાવવામાં આવી તેમજ બીએસએફના જવાનોએ ગુલાલથી હોળી રમી. બટાલિયનના મંદિરોના પૂજારીઓ તરફથી વિધીપૂર્વક પૂજન કર્યા બાદ હોલિકાને આગ લગાવવામાં આવી. આ પ્રસંગે બીએસએફના જવાનો તરફથી એકબીજાને ગુલાલ લગાવીને હોળીની રસમ અદા કરવામાં આવી. આજે હોળીના તહેવાર પર જવાન સીમા પર હોળીની ઉજવણી કરશે અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને બીએસએફના જવાન હોળીના તહેવારને ધામધૂમથી મનાવશે.
Jammu and Kashmir | BSF personnel celebrate Holi with colours along with singing songs and dancing in Gajansoo area of Jammu pic.twitter.com/2lVyqiANUp
— ANI (@ANI) March 17, 2022












Click it and Unblock the Notifications
