મુંબઈમાં 11 જગ્યાઓને બોમ્બની ઉડાવી દેવાની ધમકી, નાણામંત્રીના રાજીનામાની માંગ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC અને ICICI બેંકો સહિત મુંબઈની બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. ઈમેલમાં કહેવાયુ છે કે, મુંબઈમાં 11 અલગ-અલગ જગ્યાએ બોમ્બ મુકવામાં આવ્યા છે.
આ ધમકી એક ઈમેલથી મળી છે. મેઈલ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે.

મુંબઈ પોલીસ અનુસાર, ધમકીમાં કહેવામાં આવ્યું છે કે અમે મુંબઈમાં વિવિધ સ્થળોએ 11 બોમ્બ રાખ્યા છે. RBIએ ખાનગી ક્ષેત્રની બેંકો સાથે મળીને ભારતના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ આચર્યું છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેટલાક ટોચના બેંકિંગ અધિકારીઓ સહિત ભારતના કેટલાક પ્રખ્યાત મંત્રીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનો ઉલ્લેખ છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, મુંબઈમાં 11 સ્થળોએ કુલ 11 બોમ્બની ધમકીઓ આપવામાં આવી. આ સિવાય ઈમેલમાં જ્યાં ત્રણ બોમ્બ મુકવામાં આવ્યા હતા તે સ્થળનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સ્થળોએ બોમ્બ મુકાયાની ધમકી
RBI - ન્યુ સેન્ટ્રલ બિલ્ડીંગ ફોર્ટ, મુંબઈ
HDFC હાઉસ-ચર્ચગેટ, મુંબઈ
ICICI બેંક ટાવર્સ, BKC, મુંબઈ
ઈમેલમાં કહેવાયુ છે કે, અમે માંગણી કરીએ છીએ કે આરબીઆઈ ગવર્નર અને નાણામંત્રી બંને તરત જ તેમના પદ પરથી રાજીનામું આપે અને કૌભાંડની સંપૂર્ણ જાહેરાત સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન જારી કરે.
અમે એવી પણ માગણી કરીએ છીએ કે સરકાર તેને અને તેમાં સંડોવાયેલા તમામને તેઓ જે સજાને પાત્ર છે તે આપે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, તેઓએ આ તમામ સ્થળોની મુલાકાત લીધી હતી અને તપાસ કરી છે પરંતુ કંઈ ન મળ્યુ. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
