બીજેપીને પહેલા મોંઘવારી ડાયન લાગતી હતી હવે ભોજાઈ લાગે છે-તેજસ્વી યાદવ
બિહાર વિધાનસભામાં બીજેપીના હંગામાં બાદ વિધાનસભાને મુલતવી રાખવાની ફરજ પડી છે. દેશભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે દેખાડા કરતી હોય તેમ બીજેપી બિહાર વિધાનસભામાં હંગામો કરી રહી છે ત્યારે હવે તેજસ્વી યાદવે બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે.
બીજેપીના હંગાબા બાદ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે, તેઓ (ભાજપ) 10 લાખ નોકરીઓ માંગી રહ્યા છે. તેમને જણાવવું જોઈએ કે દેશના કયા રાજ્યમાં 3 લાખથી વધુ સરકારી નોકરીઓ માટે જાહેરાત કરવામાં આવી છે? અમે અમારા કાર્યકાળ દરમિયાન 10 લાખ નોકરીઓનું વચન પૂરું કરીશું પરંતુ તેમણે અમને 2 કરોડ નોકરીઓનું વચન આપ્યુ હતુ.

તેજસ્વી યાદવે બિહાર વિધાનસભામાં કહ્યું કે, રાજ્ય સરકાર 10 લાખ નોકરીઓની દિશામાં કામ કરી રહી છે. આરોગ્ય વિભાગમાં પણ ટૂંક સમયમાં ખાલી જગ્યા આવશે અને બિહારના લોકોને નોકરી મળશે. પોતાની સામે ચાર્જશીટ અંગે તેજસ્વી યાદવે કહ્યું કે, આ ન તો પ્રથમ છે કે ન તો છેલ્લી ચાર્જશીટ, પરંતુ તે બીજેપીથી ડરતા નથી.
તેજસ્વી યાદવે કહ્યું કે, દેશમાં આ મુદ્દા પર વાત થવી જોઈએ, બીજેપીના લોકોએ ઘણા વર્ષો પછી પ્રદર્શન કર્યું. બીજેપીને મોંઘવારીની ચિંતા નથી, તેણે ગેસ, તેલ અને શાકભાજીના ભાવનો વિરોધ કરવો જોઈએ. દેશમાં લોકો પાસેથી નોકરીઓ છીનવાઈ રહી છે, બેરોજગારી વધી રહી છે. જ્યારે તે કેન્દ્રમાં સત્તામાં ન હતા ત્યારે તે મોંઘવારીને ડાકણ માનતા હતા, હવે સત્તામાં છે તો મોંઘવારીમાં ભાભી દેખાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
