'એ શૂપર્ણખા જેવી લાગે છે...', મહિલાઓના કપડા વિશે ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયનુ વિવાદિત નિવેદન
હનુમાન અને મહાવીર જયંતિ નિમિત્તે દિલ્લીમાં એક ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય પણ પહોંચ્યા હતા. ત્યાં તેમણે મહિલાઓના કપડા અને યુવાનોના નશાની લતને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. (વીડિયો નીચે)
ભાજપ નેતાએ કહ્યુ કે હું જ્યારે રાતે ઘરેથી નીકળુ છુ ત્યારે હું શિક્ષિત યુવાનો અને બાળકોને નશાની હાલતમાં જોઉ છુ, મને એવુ મન થાય કે કારમાંથી નીચે ઉતરીને તેમને શાંત કરવા માટે પાંચ-સાત થપ્પડ મારી દઉ.

ત્યારબાદ તેમણે મહિલાઓના કપડા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યુ કે આપણે મહિલાઓમાં દેવી-દેવતાઓ જોઈએ છીએ, પરંતુ છોકરીઓ જે પ્રકારના કદરૂપા કપડા પહેરીને ફરે છે, તેઓ દેવી જેવી નથી દેખાતી પરંતુ શૂર્પણખા જેવી લાગે છે. ભગવાને તમને સારુ અને સુંદર શરીર આપ્યું છે, સારા કપડાં પહેરો દોસ્તો.
તેમણે વાલીઓને સલાહ પણ આપી. ભાજપ નેતાએ કહ્યુ કે આજે બાળકોમાં શિક્ષણ કરતાં મૂલ્યો કેળવવા વધુ જરૂરી છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ તેમના બાળકોને કેટલીક રીતભાત શીખવવી જોઈએ.
જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ છોડીને આરજેડી સાથે મળીને સરકાર બનાવી ત્યારે વિજયવર્ગીયે આવુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે જ્યારે હું વિદેશમાં જતો હતો ત્યારે મને કોઈએ કહ્યુ હતુ કે ત્યાંની છોકરીઓ ગમે ત્યારે બૉયફ્રેન્ડ બદલી લે છે. બિહારના સીએમ નીતીશ કુમાર પણ એવા જ છે, તેઓ કોની સાથે જશે કે કોને છોડી દેશે તેની કોઈને ખબર નથી.
મોદી સરકાર અગ્નિવીર યોજના લઈને આવી છે, જે અંતર્ગત ત્રણેય સેનાઓમાં માત્ર 4 વર્ષ માટે સૈનિકોની ભરતી થઈ રહી છે. કૈલાશ વિજયવર્ગીયએ પણ આ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે આ યોજના હેઠળ સેનામાંથી બહાર આવેલા સૈનિકોને ભાજપ કાર્યાલયમાં ગાર્ડ તરીકે રાખવામાં આવશે. જોકે બાદમાં તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે સ્પષ્ટતા પણ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે તેના નિવેદનને ટૂલકીટ ગેંગ દ્વારા વિકૃત કરવામાં આવ્યુ છે.
BJP Leader Kailash Vijayvargiya Says 'Badly' Dressed Girls Look Like ‘Shurpanakha’
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 7, 2023
pic.twitter.com/C5GrnOCUmD
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
