બીજેપી યુવાઓની દુશ્મન, યુપી શિક્ષક ભરતી વિવાદ મુદ્દે રાહુલ ગાંધીએ ઝાટકણી કાઢી

ભરતી પરિક્ષાઓમાં ભ્રષ્ટાચાર માટે બદનામ ઉત્તર પ્રદેશની યોગી સરકારની નબળી નીતિને કારણે હાઈકોર્ટે મેરિટ રદ કરવાની ફરજ પડી છે. હાઈકોર્ટે આકરો નિર્ણલ લેતા નવુ મેરિટ બનાવવા આદેશ કર્યો છે.

જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચે ઉત્તર પ્રદેશમાં 69000 પ્રાથમિક શિક્ષકોની ભરતી સંબંધિત મેરિટ લિસ્ટને રદ કરી દીધુ છે.

Rahul Gandhi

કોર્ટે યુપી સરકારને 3 મહિનામાં અંદર નવી મેરિટ લિસ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આમાં મૂળભૂત શિક્ષણ નિયમો અને આરક્ષણ નિયમોનું પાલન કરવા કહ્યું છે.

હવે કોર્ટના નિર્ણયને લઈને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ સરકારને અનામત વિરોધી ગણાવીને આકરા પ્રહારો કર્યા છે. કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા રાહુલ ગાંધીએ ભાજપની ઝાટકણી કાઢી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, 69,000 મદદનીશ શિક્ષકોની ભરતી પર અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય એ અનામત પ્રણાલી સાથે રમત રમી રહેલી ભાજપ સરકારના કાવતરાનો યોગ્ય જવાબ છે.

તેમણે આગળ કહ્યું કે, આ 5 વર્ષથી ચાલી રહ્યું છે. તે શિયાળો, ઉનાળો અને વરસાદમાં હજારો યુવાનો સતત રસ્તાઓ પર લડી રહ્યા છે. આ સામાજિક ન્યાય માટે લડતા દરેક યોદ્ધાઓની જીત છે.

ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ભાજપના અનામત છીનવી લેવાના આગ્રહે સેંકડો નિર્દોષ ઉમેદવારોના ભાવિને અંધકારમાં ધકેલી દીધા છે.

ભાજપને યુવાનોના દુશ્મન ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપની સરકાર અભ્યાસ કરનારાઓને લડવા માટે મજબૂર કરે છે અને તે ખરેખર યુવાનોની દુશ્મન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X