ભાજપ રાષ્ટ્રપતિ પાસે કરાવી રહી છે ચૂંટણી પ્રચાર, અભિભાષણ પર બોલ્યા શશિ થરૂર
Union Budget 2023 : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે રાષ્ટ્રપતિના બજેટ ભાષણ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, એવું લાગે છે કે, ભાજપ આગામી ચૂંટણી રાષ્ટ્રપતિના માધ્યમથી લડવા માંગે છે.
Union Budget 2023 : કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ નેતા શશિ થરૂરે રાષ્ટ્રપતિની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. શશિ થરૂરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ચૂંટણી લડતા નથી, પણ એવું લાગી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણી અભિયાન રાષ્ટ્રુપતિના માધ્યમથી ચલાવી રહી છે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર સવાલ ઉઠાવતા, કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનું આખું ભાષણ ચૂંટણી ભાષણ હતું. જે સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક કામ માટે પ્રશંસા કરવાનો પ્રયાસ કરે છે અને જે વસ્તુઓ તેમણે એટલી સારી રીતે કરી નથી તેને પણ તેમને ગણાવી હતી.
મંગળવારથી બજેટ સત્ર શરૂ થઈ ગયું છે
ઉલ્લેખનીય છે કે, મંગળવારથી બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. જેની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણથી થઈ હતી. પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની ઘણી સિદ્ધિઓ ગણાવી અને મોદી સરકારના કાર્યકાળનો હિસાબ જનતા સમક્ષ રાખ્યો હતો.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો
કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, ગરીબી હટાઓ હવે સ્લોગન નથી. મારી સરકાર ગરીબોની સમસ્યાઓનો કાયમી ઉકેલ આપવા અને તેમને સશક્ત બનાવવા માટે કામ કરી રહી છે. આ સિવાય પણ તેણે ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. જેના પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો છે.
શશિ થરૂરે કેરળ અને તમિલનાડુની સ્પેલિંગ મિસ્ટેક પકડી
આ અગાઉ કોંગ્રેસના સાંસદે સત્તાવાર વેબસાઇટ mygov.in પર ચાલી રહેલા ગણતંત્ર દિવસના મતદાનને લઈને એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ નેતા શશિ થરૂરે કેરળ અને તમિલનાડુની સ્પેલિંગ મિસ્ટેક પકડી હતી. તેમના કથિત સ્ક્રીનશૉટ મુજબ, આ મતદાનમાં કેરળનો સ્પેલિંગ કેરેલા અને તમિલનાડુનો સ્પેલિંગ તમિલ નાયડુ હતો. આ અંગે હોબાળો પણ થયો હતો.
મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે
ઉલ્લેખનીય છે કે, 2023-24નું બજેટ આવતીકાલે એટલે કે બુધવાર, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, બજેટ કેન્દ્ર સરકારનું ચૂંટણી બજેટ હશે. કારણ કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે. આ સાથે એવું માનવામાં આવે છે કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
