અકસ્માતમાં મૃત પામ્યો યુવક, પોલીસે લાશને ઉપાડીને કેનાલમાં ફેંકી, જુઓ માનવતાને શર્મસાર કરતો વીડિયો
bihar police viral video : બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ફાકુલી ઓપી વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 22 પર ધોધી નહેરના પુલ પાસે એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ આ ઘટનામાં બિહાર પોલીસે અમાનવીય કૃત્ય આચર્યું હતું.
આ અકસ્માતની ઘટનામાં બિહાર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવાના બદલે કેનાલમાં ફેંકી દીધો હતો. બિહાર પોલીસના આ અમાનવીય કૃત્યનો કોઈએ મોબાઈલમાં વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોએ ફરી એકવાર બિહાર પોલીસને તપાસના દાયરામાં મૂકી દીધી છે.

વીડીયોમાં તમે માનવતાનું આ શરમજનક દ્રશ્ય જોઈ શકો છો કે, કેવી રીતે ફાકુલી ઓપીની પોલીસ મૃતકની લાશને કેનાલમાં ફેંકી રહી છે.
માનવતાને શરમાવે એવી આ તસવીર બતાવે છે કે, પોલીસ કેટલી સંવેદનહીન બની ગઈ છે. મીડિયા કર્મીઓને જાણ થતાં ફકુલી ઓપીના ઇન્ચાર્જે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને ફેકુલી ઓપી ખાતે રાખ્યો છે.
આ મામલામાં ફકુલી ઓપી ઈન્ચાર્જ પોલીસકર્મીઓને બચાવતા જોવા મળ્યા હતા, પરંતુ હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, ગુડ ગવર્નન્સ બાબુના રાજમાં પોલીસ આટલી અસંવેદનશીલ કેમ બની ગઈ? પોલીસ પર સવાલો ઉઠતાની સાથે જ અધિકારીઓ એક્શનમાં આવી ગયા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
नीतीश बाबू आंख खोल कर देख लिजिए
— Manoj Kumar 🕉️🇮🇳 (@manoj_begu) October 8, 2023
बिहार पुलिस की शर्मनाक करतूत, सड़क दुर्घटना में मृत शख्स के शव को उठाकर नहर में फेंका ।
फकुली, मुजफ्फरपुर की घटना बताया जा रहा है
ये किसने अधिकार दिया पुलिस को वो लाश को नहर में फेंक कर सबुत मिटा दे, मामला गंभीर है आपको जवाब देना होगा।… pic.twitter.com/2LGtTMLy8B












Click it and Unblock the Notifications
