NEET પેપર લીક સાથે જોડાયુ તેજસ્વી યાદવનુ નામ, ઉપ મુખ્યમંત્રી વિજય સિન્હાએ બતાવ્યા પુરાવા!
Bihar NEET Paper Leak Issue: NEET UG 2024ના પરિણામો જાહેર થયા બાદથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. પેપર લીકથી લઈને ગ્રેસ માર્ક્સ વિવાદ સુધી તે હેડલાઈન્સમાં છે. આ દરમિયાન બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ પેપર લીક મામલે મોટો ખુલાસો કર્યો છે.
હવે NEET પેપર લીકના આરોપો બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ દ્વારા આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ મોટો દાવો કરીને તેજસ્વી યાદવને પેપર લિંક સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

પ્રેસ કોન્ફરન્સ આપતા વિજય સિંહાએ કહ્યું કે તેજસ્વી યાદવના પીએસ પ્રિતમે NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. પટનામાં સરકારી ગેસ્ટ હાઉસમાં કથિત લીકમાં સામેલ ગેંગના સભ્યોના અહેવાલો વચ્ચે સિંહાએ આ દાવો કર્યો હતો.
તેમણે કહ્યું, "હું માહિતી એકઠી કરી રહ્યો છું. NHAI ગેસ્ટ હાઉસમાં જે લોકો પકડાયા છે તે પ્રીતમ નામના વ્યક્તિ સાથે જોડાયેલા છે. લોકોનું કહેવું છે કે તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે જોડાયેલો છે. અમે સમગ્ર મામલાની માહિતી એકઠી કરી રહ્યા છીએ. ચૂંટણીને કારણે, અમે હજી સુધી સંપૂર્ણ માહિતી એકત્રિત કરી શક્યા નથી. અમે તેની સમીક્ષા કરીશું અને જેઓ દોષિત હશે તેમની સામે પગલાં લઈશું."
વિજય કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, "1 મેના રોજ તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ કુમારે ગેસ્ટહાઉસના કાર્યકર પ્રદીપ કુમારને ફોન કર્યો અને સિકંદર કુમાર યાદવેન્દુ માટે રૂમ બુક કરવા કહ્યું. 4 મેના રોજ પ્રીતમ કુમારે પ્રદીપ કુમારને રૂમ બુક કરવા માટે ફરીથી ફોન કર્યો. તેજસ્વી યાદવ માટે 'મંત્રી' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ વધુમાં કહ્યું કે, "તેજસ્વી યાદવે સ્પષ્ટ કરવું જોઈએ કે શું પ્રીતમ કુમાર હજુ પણ તેમના અંગત સચિવ છે કે કેમ અને તેમણે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે સિકંદર કુમાર યાદવેન્દુ કોણ છે? જ્યારે લાલુ પ્રસાદ યાદવ રાંચીની જેલમાં હતા ત્યારે સિકંદર કુમાર યાદવેન્દુની સેવામાં હતા. લાલુ, તેઓ સત્તામાં રહીને કૌભાંડો કરે છે અને લોકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે.''
વિજય કુમાર સિન્હાના દાવા પર પ્રદીપ કુમારે કહ્યું, "પ્રીતમે મને ફોન કર્યો અને 1 મે અને પછી 4 મેના રોજ સિકંદર કુમાર માટે રૂમ બુક કરવા કહ્યું. મેં રિક્વાયરમેન્ટ માંગી, જેના પર તેમણે કહ્યું કે તે તેમના દ્વારા આપવામાં આવશે. "
#WATCH | Patna: On NEET issue, Bihar Deputy CM Vijay Sinha says, "On May 1, Tejashwi Yadav's personal secretary Pritam Kumar called guesthouse worker Pradip Kumar to book a room for Sikander Kumar Yadavendu... On May 4, Pritam Kumar called Pradip Kumar again for booking the… pic.twitter.com/nG7UAFJTs7
— ANI (@ANI) June 20, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
