UP Election Result 2022: ઉત્તર પ્રદેશમાં હારની સાથે જ માયાવતીને 440 વોટના 3 ઝાટકા લાગ્યા
UP Election Result 2022: ઉત્તર પ્રદેશમાં હારની સાથે જ માયાવતીને 440 વોટના 3 ઝાટકા લાગ્યા
પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણા સામે આવવા લાગ્યાં છે. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી જણાઈ રહી છે. યોગી આદિત્યનાથ ફરીથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ આ ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન બહુજન સમાજ પાર્ટી કરી રહી છે. બસપા પોતાના 2017ના ચૂંટણી પરિણામોથી પણ ખરાબ પ્રદર્શન કરી રહી છે. બસપા યુપીમાં ખરાબ રીતે હારી તો રહી છે સાથે જ ચૂંટણી પરિણામોથી બસપા સુપ્રીમો માયાવતીને 440 વોટના 3 ઝાટકા લાગ્યા છે.

રાજ્યસભામાં બસપાનો એકેય સાંસદ નહીં હોય
આ ચૂંટણી પરિમામ બાદ બહુજન સમાજ પાર્ટીનો રાજ્યસભામાં કોઈ સભ્ય નહીં હોય. અત્યારે રાજ્યસભામાં બસપાના ત્રણ સાંસદ છે. જેમાંથી બે સાંસદનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે. સામે આવી રહેલા પરિણામો પરથી માલૂમ પડે છે કે, બસપા પાસે એટલા ધારાસભ્યો નહીં હોય કે જેથી તે પોતાની પાર્ટીનો એક ધારાસભ્યને રાજ્યસભા મોકલી શકે. એટલું જ નહીં બસપા સુપ્રીમો માયાવતી ખુદ પણ કોઈ સદનની સભ્ય નહી બની શકે.

વિપક્ષી ખેમાથી બહાર થયું બસપા
બસપા માટે બીજો મોટો ઝાટકો યુપીમાં મુખ્ય વિપક્ષી પાર્ટીના ખેમામાંથી બહાર થવું છે. પાર્ટી જો દશકનો આંકડો નહી આંબી શકે તો તેની ઉપસ્થિતિ રાજ્યમાં બહુ ખરાબ થઈ જશે. પાર્ટીના આ ખરાબ પ્રદર્શન પાછળ સૌથી મોટું્ કારણ વિધાનસભા ચૂંટણી દરમિયાન માયાવતીનો ભાજપ પર સીધો હુમલો કર્યો હોવામનું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં માયાવતીએ રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં પણ આક્રમકતા નહોતી દેખાડી. જેનો સીધો ફાયદો ભાજપને થયો છે.

દિગ્ગજોએ પાર્ટી છોડી
પાર્ટી માટે ત્રીજો મોટો ઝાટકો દિગ્ગજ નેતાઓનું બસપાને અલવિદા કહેવું માનવામાં આવી રહ્યું છે. બસપાના કેટલાય નેતા પહેલેથી જ પાર્ટી છોડી ચૂક્યા હતા. પાછલા વર્ષે નવેમ્બરમાં વિધાનસભામાં બસપા વિધાનમંડળ દળના નેતા શાહ આલમ ઉર્ફ ગુડ્ડુ જમાલીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે કેટલાય અન્ય નેતાઓ પણ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. અને જે વધ્યા છે તેઓ હાર બાદ નવા વિકલ્પની તલાશમાં છે.












Click it and Unblock the Notifications
