પંજાબ સરકારની મોટી જાહેરાત, જલ્દી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાશે
પંજાબમા આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર એક પછી એક પગલા ભરી રહી છે ત્યારે હવે સરકાર એક મોટુ પગલુ ભરવા જઈ રહી છે. પંજાબની ભગવંત માન સરકારે બહુ જલ્દી શિક્ષકોના ખાલી પદ ભરવાની જાહેરાત કરી છે.
પંજાબ સરકારના શિક્ષણ વિભાગ તરફથી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને એક પત્ર જારીને મંગળવાર સુધી માસ્ટર કેડરના વિજ્ઞાન વિષયની જગ્યાઓ અંગે માહિતી માંગવામાં આવી છે.

પંજાબ સરકારે આ પત્રમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના હેઠળની શાળાઓમાં વિજ્ઞાન વિષયની મંજૂર, ભરેલી અને ખાલી જગ્યાઓ અંગે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રોફોર્મામાં ભરવા સૂચના આપી છે.
આ સિવાય શાળાના આચાર્યોને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમની શાળાના ઈ-પંજાબ ડેટામાં દાખલ કરાયેલ મંજૂર પોસ્ટની લેટેસ્ટ સ્થિતીને વ્યક્તિગત રીતે તપાસ્યા પછી જ માહિતી મોકલે.
શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, શાળાના આચાર્યો દ્વારા મોકલવામાં આવેલી માહિતી જિલ્લા સ્તરે સંકલન કર્યા પછી જ મુખ્ય કાર્યાલયને મોકલવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ રાજ્ય સરકાર એક પછી એક મોટા પગલા ભરી રહી છે. હવે સરકારે ખાલી શિક્ષકોની જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
