Bharatpur Tractor Viral Video: જમીન વિવાદમાં યુવકની હત્યા, ટ્રેક્ટરથી કચડવાનો વીડિયો વાયરલ

Bharatpur Tractor Viral Video: રાજસ્થાન ક્રાઇમનું નવુ હબ બની રહ્યું છે. હત્યા, બાળાત્કાર અને મારામારીના કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે રાજસ્થાનના ભરતપૂર જિલ્લાના અડ્ડા ગામમાં જમીન વિવાદના કારણે એક વ્યક્તિની ટ્રેક્ટર નીચે કચડીને મારી નાંખવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિવાદમાં અત્યાર સુધી ડઝનથી વધુ માણસો ઘાયલ થયા છે. જેમની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ASP ઓમપ્રકાશ કલવાણીના જણાવ્યા અનુસાર, અડ્ડા ગામમાં બહાદુર સિંહ ગુર્જર અને અતર સિંહ ગુર્જરના પરિવારો વચ્ચે જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા પણ ઝઘડો થયો હતો. બંને પક્ષોએ બાયણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે બંને પક્ષના 22 લોકોની ધરપકડ કરી મામલો શાંત પાડ્યો હતો.

Bharatpur Tractor Viral Video

25 ઓક્ટોબરના રોજ સમાચાર આવ્યા કે, બહાદુર સિંહ ગુર્જરના પરિવારના સભ્યો વિવાદિત જમીન પર ટ્રેક્ટરથી ખેડાણ કરી રહ્યા છે. જે બાદ અતર સિંહ ગુર્જરના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા અને વિરોધ કરવા લાગ્યા હતા. બંને પક્ષો વચ્ચે ફરી ઝઘડો થયો હતો.

આ દરમિયાન જ્યારે 45 વર્ષીય નરપત સિંહે વિવાદિત જમીન ખેડતા ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે સામે પક્ષના ડ્રાઈવરે તેને ટ્રેક્ટરથી કચડી નાખ્યો, જેના કારણે નરપત સિંહનું મોત થયું હતું.

લડાઈ અને નરપતસિંહને ટ્રેક્ટર દ્વારા કચડી નાખવાની ઘટના ગ્રામજનોએ તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેક્ટર ડ્રાઈવર નરપત સિંહ ગુર્જરને વારંવાર માર મારીને કચડી રહ્યો છે. થોડો સમય કચડાઈ ગયા બાદ નરપત સિંહ ગુર્જરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બચાવ કાર્ય દરમિયાન અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

મૃતકના ભાઈ વિનોદ ગુર્જરનો આરોપ છે કે, અન્ય પક્ષના લોકો બળજબરીથી તેના ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા. જ્યારે તે વિરોધ કરવા ગયો, ત્યારે તેનો ભાઈ નરપત ટ્રેક્ટર નીચે કચડાઈ ગયો હતો. માહિતી મળતાં જ બાયણા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X