Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રામાં સામેલ થયા આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધી સાથે કરી માર્ચ
આજે મહારાષ્ટ્રના પૂર્વ સીએમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં સામેલ થયા.
Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં છે. આજે મહારાષ્ટ્રના પૂર્વ સીએમના પુત્ર અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં સામેલ થયા. આદિત્ય ઠાકરએ હિંગોલીમાં શુક્રવારે રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી. ગુરુવારે એનસીપી નેતા સુપ્રિયા સુલે પણ નાંદેડમાં રાહુલ ગાંધી સાથે યાત્રામાં સામેલ થયા હતા. તેમની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ અને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે પણ ભાગ લીધો.

સંજય રાઉતે ગુરુવારે (10 નવેમ્બર) કહ્યુ કે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' નફરતના વાતાવરણને ખતમ કરવા અને દેશને એક કરવા માટેનુ આંદોલન છે. રાઉતે મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવારને તેમના ઘરે મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી. એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના હતા પરંતુ તેઓ સ્વાસ્થ્યના કારણોસર તેમાં હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુરુવારે (10 નવેમ્બર) જણાવ્યુ હતુ કે પવારને તાજેતરમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરોની આરામ કરવાની સલાહને ધ્યાનમાં રાખીને તેઓ યાત્રામાં ભાગ લેશે નહિ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએબુધવાર અને ગુરુવારે નાંદેડમાં જનસભાને સંબોધી હતી. બુધવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે બે વખત માઈક બંધ કરીને કહ્યુ કે સંસદમાં વિપક્ષના નેતાઓ સાથે આવુ જ થાય છે. જ્યારે પણ વિપક્ષના નેતા નોટબંધી, ગરીબી, મોંઘવારી અને ભારત-ચીન સંબંધો પર બોલે છે ત્યારે માઈક બંધ કરી દેવામાં આવે છે. વિપક્ષના નેતાઓનુ કોઈ સાંભળતુ નથી. આ દરમિયાન તેમણે બે વાર માઈક બંધ કરી દીધુ અને કહ્યુ કે સારુ છે કે અહીં મારો કંટ્રોલ છે. આ સિવાય તેમણે બેરોજગારી સહિત અન્ય મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
ગુરુવારે એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેદારનાથ યાત્રા દરમિયાન આરએસએસના એક નેતાની વાત કહી. તેમણે કહ્યુ કે હું આરએસએસના એક નેતાને મળ્યો હતો. તેમનુ વજન 100 કિલો હતુ. તેઓ દર્શન કરવા હેલીકૉપ્ટરથી આવ્યા હતા. તેમની સાથે એક નોકર પણ હતો જે ફળોની ટોપલી લઈને જતો હતો. જ્યારે મેં RSS નેતાને પૂછ્યુ તો તેમણે કહ્યુ કે તેઓ પ્રસાદ માટે ફળોની ટોપલી લઈ રહ્યા છે. તેમને જોઈને મારા મનમાં પ્રશ્ન થયો કે મારે કહેવુ જોઈએ કે ટોપલી તમારે લઈને ચાલવી જોઈએ. પણ હું કહી ન શક્યો.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. તમિલનાડુ બાદ આ પદયાત્રા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા થઈને મહારાષ્ટ્ર પહોંચી છે. આ યાત્રા રાજ્યની 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારોમાંથી પસાર થશે. આ દરમિયાન 382 કિમીનુ અંતર કાપવામાં આવશે. આ યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. આ દરમિયાન મધ્યપ્રદેશ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપશે.
भारत जोड़ो यात्रा में शामिल हुए आदित्य ठाकरे.. pic.twitter.com/dpXy1iJvfy
— Srinivas BV (@srinivasiyc) November 11, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
