પંજાબના ગુંડાઓ પર ભગવંત માનનું કડક વલણ, ધડાધડ કાર્યવાહી કરી રહી છે પોલીસ
પંજાબમાં બદમાશો પર માન સરકાર કડક વલણ અપનાવી રહી છે. મુખ્યમંત્રીના સખ્ત નિર્દેશ બાદ એક પછી એક ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી રહી છે.
પંજાબમાં જ્યારથી નવી સરકાર તરીકે આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, ત્યારથી વિપક્ષ સતતસીએમ માનને ગેંગસ્ટર અને અપરાધને લઈ ઘેરવાના પ્રયત્નો કરી રહ્યું છે. પંજાબમાં અપરાધ, નશો અને ક્રાઈમ નવી સમસ્યા નથી, પરંતુ સરકારને ઘેરવા માટે વિપક્ષ માટે આનાથી મોટો એકેય મુદ્દો નથી. ભ્રષ્ટાચાર, ખેડૂત, વીજળી, અભ્યાસ અને શિક્ષણના સ્તર પર સતત કામ કરતી માન સરકારે પંજાબમાં વધતા અપરાધ અને નશા પર સખ્ત વલણ અપનાવ્યું છે. જે બાદ પંજાબ પોલીસની એન્ટી ડ્રગ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ સતત એક પછી એક મોટી કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે.

પંજાબમાં ફરી એકવાર માથું ઊંચકી રહેલા ગેંગસ્ટર્સ માટે પંજાબ પોલીસને મુખ્યમંત્રી ભગવંત માને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે, જેને પગલે નશાની તસ્કરી કરતા અને ધમકી આપી ફિરૌતી હાંસલ કરનાર બદમાશો પોલીસના શિકંજામાં આવી રહ્યા છે. હાલમાં જ પંજાબ પોલીસે કાર્યવાહી કરતાં ગેંગસ્ટર્સને દબોચ્યા છે. એટલું જ નહીં તેમની પાસેથી હથિયાર પણ જપ્ત કરાયાં છે.
2 ડિસેમ્બરે પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે લૉરેંસ બિશ્નોઈ ગેંગના એક મેમ્બરની ધરપકડ કરી હતી. જેની ઓળખ બંટી તરીકે થઈ હતી, જે રાજ્યમાં હથિયારોની તસ્કરી કરવાનું કામ સંભાળી રહ્યો હતો. બંટીને 20 પિસ્તોલ, જેમાંથી ત્રણ પોઈન્ટ 30 કેલીબર સહિત 2 મેગેઝીન, બે 9 એમએમ સહિત 2 મેગેઝીન અને 15 ઈન્ડિયન મેડ પિસ્તોલ સહિત 40 જીવંત કારતૂસ અને 11 મેગેઝીન સાથે પકડ્યો હતો.
પંજાબને ગેંગસ્ટર મુક્ત બનાવવાનો આદેશ
જણાવી દઈએ કે હાલમાં જ નવેમ્બરમાં પંજાબ પોલીસની હાજરીમાં થયેલ બે હત્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને પોલીસ અધિકારીઓને આકરા નિર્દેશ આપતા ગેંગસ્ટર મુક્ત પંજાબ બનાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે પોતાના ઈરાદા સાફ કરતા કહ્યું હતું કે અપરાધિઓને કોઈપણ રીતે છોડવામાં નહીં આવે.












Click it and Unblock the Notifications
