ભટિન્ડા મિલિટરી સ્ટેશન ફાયરિંગઃ નજરે જોનાર સાક્ષી જ નીકળ્યો 4 જવાનાનો હત્યારો, ઉલઝાવી રહ્યો હતો કેસ

Bathinda Military Station Firing: ભટિન્ડા મિલિટરી સ્ટેશન ફાયરિંગમાં ચાર જવાનોની હત્યા મામલે પંજાબ પોલીસે મોટો ખુલાસો કરી દીધો છે. જ્યારે પંજાબ પોલીસે ઘટનાના પ્રત્યક્ષદર્શી ગનર મોહન દેસાઈની કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.

એસએસપી ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યુ હતુ કે ગનર મોહન દેસાઈએ ઘટના સ્થળની નજીક સફેદ કુર્તા પાયજામામાં બે માસ્ક પહેરેલા માણસોને જોયા હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ પોલીસે મોહન દેસાઈને અન્ય ઘણા પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ પોલીસને મોહન દેસાઈના જવાબો પર શંકા થઈ.

punjab police

શંકા જતાં પોલીસે પ્રત્યક્ષદર્શી ગનર મોહન દેસાઈની કડક પૂછપરછ કરી તો આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો. વળી, આ કેસમાં, આરોપીએ જણાવ્યુ હતુ કે તેણે અંગત અદાવતના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ માટે તેણે પહેલા એક રાઈફલ ચોરી કરી અને પછી તે જ રાઈફલથી ચાર જવાનોને મારી નાખ્યા.

તમને જણાવી દઈએ કે 12 એપ્રિલની સવારે પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગમાં 4 જવાનો શહીદ થયા હતા. આ મામલાને લઈને સેનાએ પોતાનુ નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ગોળીબારની ઘટનાને કારણે આર્ટિલરી યુનિટના ચાર જવાનોના ગોળી વાગવાથી મોત થયા હતા.

જોકે, અન્ય કોઈ જવાનને ઈજા કે જાનમાલને નુકસાન થયુ ન હતુ. વિસ્તારને સીલ કરીને પંજાબ પોલીસ સાથે સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. હત્યા બાદ પોલીસ અને સેનાના અધિકારીઓએ પરિસરમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં જોવા મળ્યુ હતુ કે જવાનોને મારવા માટે કોઈ બહારની વ્યક્તિ કેન્ટમાં પ્રવેશી નથી.

આ પછી અધિકારીઓને ખાતરી થઈ ગઈ કે જવાનોના હત્યારા અંદરથી આવ્યા છે. મામલાની તપાસ હજુ ચાલુ છે. જો કે, દિલ્લી સ્થિત આર્મી હેડક્વાર્ટરની એક ટીમ પણ આ મામલાની તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X