માત્ર દિલ્હી જ નહી પુરા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મુકો, સુપ્રીમ કોર્ટનો પ્રદુષણને લઈને કડક નિર્દેશ
દેશમાં વધી રહેલા પ્રદુષણને લઈને મામલો સુપ્રીમ કોર્ટમા્ં પહોંચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટે પુરા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવાની વાત કરી છે.
સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દિવાળી અને વર્ષમાં અન્ય સમયે ફટાકડા ફોડવા સામેના તેના આદેશોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

જસ્ટિસ એએસ બોપન્ના અને એમએમ સુંદરેશની ખંડપીઠે રાજસ્થાનને લગતી અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં ફટાકડા ફોડવા અંગેના અગાઉના આદેશોના અમલીકરણ માટે નિર્દેશોની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે, ફટાકડા પર પ્રતિબંધ સુપ્રીમ કોર્ટનો આદેશ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ થવો જોઈએ, પરંતુ તે દિલ્હી-એનસીઆર સુધી મર્યાદિત છે.
અરજદારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, એવું લાગે છે કે તમારો આદેશ ફક્ત દિલ્હી-એનસીઆરને લાગુ પડે છે, જો કે તે સમગ્ર દેશ માટે અમલમાં છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી વાયુ પ્રદૂષણ મુદ્દે આરોપ-પ્રત્યારોપને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી છે. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે.
જસ્ટિસ સુંદરેશે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે દોષારોપણની રમત ચાલી રહી છે. આના પર રાજનીતિ કરવામાં આવી રહી છે. દરેક જણ કેસને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક જણ માત્ર કારણ બતાવો, કારણ બતાવો કહી રહ્યા છે. અહીં સુપ્રીમ કોર્ટે પરાળી મુદ્દે ફરી સુનાવણી કરવાની વાત કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
