અયોધ્યા કેસઃ SCમાં મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ, હિંદુ પક્ષ પાસે જમીન પર અધિકારના પુરાવા નથી
અયોધ્યા કેસમાં SCમાં મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ કે હિંદુ પક્ષ પાસે જમીન પર અધિકારના કોઈ પુરાવા નથી.
અયોધ્યા ભૂમિ વિવાદ મામલે 38માં દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. સુપ્રીમ કોર્ટ તરફથી જે સમયસીમા નક્કી કરવામાં આવી છે તે મુજબ આજે મુસ્લિમ પક્ષે પોતાની દલીલ પૂરી કરવાની છે. ત્યારબાદ હિંદુ પક્ષને આના પર ચર્ચા માટે બે દિવસનો સમય આપવામાં આવશે. સોમવારે શરૂ થયેલી આ સુનાવણી પહેલા અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી માટે કલમ 144 લગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ 17 ઓક્ટોબરના રોજ આ બહુચર્ચિત કેસમાં છેલ્લા દિવસે સુનાવણી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ તો ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ મુસ્લિમ પક્ષને આજથી જ પોતાની દલીલ ખતમ કરવા માટે કહ્યુ. આના માટે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને અદાલતને દલીલો રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો. ધવનની આ માંગ પર કોર્ટે કહ્યુ કે તે આજથી જ ચર્ચા પૂરી કરવા માટે કોશિશ કરે.
Ayodhya case in SC:Rajeev Dhawan,appearing for one of the Muslim parties said 'there is no finding by Archaeological Survey of India of destruction of temple.We have been in possession throughout.They(other parties)claimed adverse possession since 1934 of which there is no proof' https://t.co/BNYCAz6qHR
— ANI (@ANI) 14 October 2019
કોર્ટમાં દલીલ રજૂ કરીને રાજીવ ધવને કહ્યુ કે એએસઆઈની રિપોર્ટમાં મંદિર તોડવાની વાત કહેવામાં આવી નથી. હિંદુઓએ બહુ બાદમાં જમીનના ટાઈટલનો દાવો કર્યો. તેમણે 1934થી પ્રતિકૂળ કબ્જાનો દાવો કર્યો જેના કોઈ પુરાવા નથી. મુસ્લિમ પક્ષની તરફથી વકીલ ધવને કહ્યુ કે આ બતાવવા માટે કોઈ પુરાવા નથી કે બીજો પક્ષ એ ભૂમિનો માલિક છે, હિંદુઓને માત્ર પૂજાનો અધિકાર હતો.
રાજીવ ધવને કહ્યુ કે બ્રિટિશ સરકારે 1854માં બાબરી મસ્જિદ માટે ગ્રાંટ આપી હતી. 1885થી 1939 સુધી હિંદુ પક્ષ તરફથી જમીન પર કોઈ દાવો રજૂ કર્યો નહોતો. તેમણે કહ્યુ કે ગુંબજની નીચે રામનુ જન્મસ્થાન હોવાના શ્રદ્ધાળુઓના ફૂલ ચડાવવાથી દાવો સિદ્ધ નથી થયો. ત્યાં તો એ લોકો ટ્રેસ પાસિંગ કરીને ઘૂસ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
