દેશની પહેલી મહિલા ફાઇટર પાયલટ અવની જાપાનમાં સુખોઈ યુદ્ધ વિમાન ઉડાવશે
અવની ચતુર્વેદી આની સાથે જ દેશની પહેલી એવી મહિલા ફાઇટર પાયલટ બની જશે જેણે આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસમાં લડાકૂ વિમાન ઉડાવ્યું હોય.
ભારતીય વાયુસેનાની પહેલી મહિલા ફાઇટર પાયલટ સ્ક્વાડ્રન લીડર અવની ચતુર્વેદી વધુ એક રેકોર્ડ નોંધવા જઇ રહી ચે. અવની ચતુર્વેદી જાપાનમાં યોજાનાર યુદ્ધાભ્યાસમાં સામેલ થવા જઇ રહી છે. આની સાથે જ તે ભારતની એવી પહેલી મહિલા ફાઇટર પાયલટ બની જશે જેણે કોઈ આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસમાં હાજરી આપી હોય. અવની ચતુર્વેદી જલદી જ જાપાન માટે રવાના થશે જ્યાં તેણે યુદ્ધાભ્યાસમાં સામેલ થવાનું છે.

સ્ક્વાડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઇ 30MKIની પાયલટ છે. અવની જાપાનના ઓમિતામા સ્થિત હયાકુરી એરબેસ અને સયામા સ્થિત ઇરુમા એરબેસ આસપાસ એરસ્પેસમાં 16થી 26 જાન્યુઆરી સુધી ચાલનાર યુદ્ધાભ્યાસ વીર ગાર્ડિયન 2023 માટે ભારતીય વાયુસેનાના દળમાં સામેલ છે.
અવનીની કોર્સ મેટ અને દેશની પહેલી ત્રણ મહિલા ફાઇટર પાયલટમાંથી એક સ્ક્વાડ્રન લીડર ભાવના કાંતે કહ્યું, Su-30MKI ભારતીય વાયુ સેનાના સ્વદેશી હથિયાર પ્રણાલીથી સજ્ સૌથી સારા અને સૌથી ઘાતક પ્લેટફૉર્મ્સમાંના એક છે. ભાવના કાંતે કહ્યું કે, Su-30MKI એક બહુમુખી મલ્ટીરોલ લડાકૂ વિમાન છે જે હવાથી જમીન અને હવાથી હવા, એક સાથે બંને પ્રકારના મિશનને અંજામ આપવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે આ વિમાનની ખાસિયત છે કે તે તીવ્ર અને ઓછા, બંને પ્રકારની ગતિ સાથે હુમલો કરી શકે છે.
ભાવના કાંતે કહ્યું કે મલ્ટીપલ રિફ્યૂલિંગના કારણે આ લડાકૂ વિમાન લાંબી દૂરીના મિશનને અંજામ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમણે આગળ કહ્યું કે આ લડાકૂ વિમાનને સહેલાઇથી નવીનતમ હથિયારોથી સજ્જ કરી શકાય છે અને સહેલાઇથી મિશનને અંજામ આપી શકાય છે. તેમણે આગળ કહ્યું, સમ્માનિત ફોર્સનો ભાગ હોવા પર અમને ગર્વ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં ત્રણ મહિલા ફાઇટરને તેનાત કરવામાં આવ્યાં હતાં. તેમાં અવની ચતુર્વેદી સાથે અન્ય બે મહિલાઓ પણ હતી. ભાવના કાંત પણ તેમનો ભાગ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
