Delhi New CM Atishi: આતિશી હશે દિલ્લીના નવા મુખ્યમંત્રી, અરવિંદ કેજરીવાલે રાખ્યો નામનો પ્રસ્તાવ
Delhi New CM Atishi: દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને આયોજિત બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં મનીષ સિસોદિયા, રાખી બિરલા અને રામ નિવાસ ગોયલ જેવા પક્ષના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.
દિલ્લીમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં જામીન પર મુક્ત થયા બાદ અરવિંદ કેજરીવાલે અગાઉ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતુ કે તેઓ 48 કલાકની અંદર રાજીનામું આપશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે. કેજરીવાલે કહ્યું કે તેઓ ત્યારે જ મુખ્યમંત્રીની ખુરશી પર પાછા ફરશે જ્યારે જનતા તેમને "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપશે. આ દરમિયાન આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે.
AAP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આતિશી દિલ્હીના આગામી સીએમ હશે. માનવામાં આવે છે કે આતિશી આજે અથવા કાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દિલ્હીને વધુ બે મંત્રીઓ મળશે.
સોમવારે મુખ્યમંત્રી આવાસ પર ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં અનેક સંભવિત નામો પર ચર્ચા કરવામાં આવી હતી અને આજે મંગળવારે સર્વસંમતિથી આતિષીને દિલ્હીના સીએમ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા સંભવિત નામોની સૂચિ મંગળવારે (17 સપ્ટેમ્બર) ના રોજ ધારાસભ્ય દળની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.
આ બેઠક બાદ આતિશીને નવા મુખ્ય પ્રધાન જાહેર કરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠક માટે ગોપાલ રાય અને સંદીપ પાઠક સહિત AAPના ઘણા અગ્રણી નેતાઓ કેજરીવાલના ઘરે એકઠા થયા હતા. આ મીટિંગમાં નવા મુખ્યમંત્રી તરીકેની પુષ્ટિ કરાયેલી આતિશી માર્લેના પણ હાજર હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
