13 રાજ્યોમાં હવામાનનું તાંડવ, ક્યાંક પૂર તો ક્યાંક ધૂળે વરસાવ્યો કહેર
દેશના 13 રાજ્યો હાલમાં હવામાનને કારણે પરેશાન છે. એક તરફ દિલ્હી-એનસીઆર, પંજાબ, રાજસ્થાન અને ચંદીગઢ હાલમાં ધૂળની ઝપેટમાં છે તો બીજી તરફ ઉત્તર પૂર્વના રાજ્યો સતત થઈ રહેલા વરસાદને કારણે પરેશાન છે.
દેશના 13 રાજ્યો હાલમાં હવામાનને કારણે પરેશાન છે. એક તરફ દિલ્હી-એનસીઆર, પંજાબ, રાજસ્થાન અને ચંદીગઢ હાલમાં ધૂળની ઝપેટમાં છે તો બીજી તરફ ઉત્તર પૂર્વના રાજ્યો સતત થઈ રહેલા વરસાદને કારણે પરેશાન છે. હાલમાં મૂસળધાર વરસાદને કારણે દેશના ચાર રાજ્યોમાં પૂરની સ્થિતિ ઉદભવી છે.

ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, આસામમાં પૂર
ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, આસામમાં પણ પૂરની સ્થિતિ બની છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયુ છે જેના કારણે 4 ટ્રેનો રદ કરવામાં આવી છે. અહીં 6 જિલ્લાના 222 ગામો સૌથી વધુ પ્રભાવિત છે.

મણિપુર હાલમાં પૂરની ઝપેટમાં
મણિપુરમાં ઈમ્ફાલ, વિષ્ણુપુર હાલમાં પૂરની ઝપેટમાં છે. ભારે વરસાદ બાદ આવેલા પૂરમાં રાજ્યના લુંગલેઈ જિલ્લામાં ફસાયેલા 150 પરિવારોને અત્યાર સુધી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વરસાદને કારણે ત્રિપુરામાં 3500 પરિવારોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર જવુ પડ્યુ છે. આસામમાં 222 ગામો પૂરથી ઘેરાઈ ગયા છે.

આજે પણ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આશંકા
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે અને એટલા માટે ત્યાં ચેતવણી જારી કરવામાં આવી છે. વિભાગનું કહેવુ છે કે આવતા 24 કલાકમાં ત્યાં ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યોના પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલુ કરી દેવામાં આવ્યુ છે.

13 થી 16 જૂન સુધી ભારે વરસાદ
હવામાન વિભાગનું કહેવુ છે કે બંને રાજ્યોના ઘણા જિલ્લાઓમાં 13 થી 16 જૂન સુધી ભારે વરસાદ થઈ શકે છે. વળી, આસામના કરીમગંજ જિલ્લામાં સિંગલા અને લંગઈ નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. મિઝોરમમાં સતત થઈ રહેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયુ છે. જેના કારણે રાજધાની રાષ્ટ્રીય રાજમાર્ગથી સંપર્કવિહોણા થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
