Anil Dujana Encounter : ઉત્તરપ્રદેશમાં ફરી એનકાઉન્ટર, ગેંગસ્ટર અનિલ દુજાના કરાયો ઠાર
Anil Dujana Encounter : ઉત્તર પ્રદેશ પોલીસની એસટીએફના કુખ્યાત ગેગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને મેરઠમાં એક એનકાઉન્ટરમાં ઠાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ એસટીએફ અને ગેગસ્ટર વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ ઘર્ષણમાં અનિલ દુજાનાને ઠાર કરાયો હતો. નોંધનીય છે કે, અનિલ દુજાના ગ્રેટર નોઇડાના બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હતો. જેનો ખૌફ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હતો.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશ એસટીએફને અનિલ દુજાના મેરઠના ભોલા ઝાલમાં સક્રિય હોવાની નક્કર માહિતી મળી હતી, જેના પછી એસટીએફએ કાર્યવાહી કરી અને તેને ઘેરી લીધો હતો. આ પછી અનિલ દુજાનાએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસે પણ જવાબી કાર્યવાહી કરીને તેને ઠાર કર્યો હતો.
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના પર 60 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હતા અને પોલીસ લાંબા સમયથી તેની શોધ કરી રહી હતી.
દુજાના સામે હત્યા, લૂંટ, ચોરી અને ખંડણી જેવા ગંભીર કેસમાં એફઆઈઆર નોંધાયેલી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપરાંત દિલ્હી-એનસીઆરમાં પણ તેનો ખૌફ હતો અને તે ઘણા કેસોમાં મોસ્ટ વોન્ટેડ હતો.
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાનાને કુખ્યાત માફિયા સુંદર ભાટી અને તેની ગેંગ સાથે દુશ્મની હતી. વર્ષ 2012માં અનિલ દુજાના ગેંગે સુંદર ભાટી અને તેના નજીકના લોકો પર હુમલો કર્યો હતો.
આ બંનેની દુશ્મનીના કારણે અનેક હત્યાઓ થઈ ચૂકી છે. અત્રે નોંધનીય વાત છે કે, સુંદર ભાટીનું નામ તાજેતરમાં જ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યામાં જોડાયું હતું.












Click it and Unblock the Notifications
