આ તારીખે સિવિલ સચિવાલયમાં પંજાબ સરકારની મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા થશે!
પંજાબ સરકારની મહત્વની બેઠક શુક્રવાર 21 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. સત્તાવાર પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આ બેઠક યોજાશે.
ચંદીગઢ : પંજાબ સરકારની મહત્વની બેઠક શુક્રવાર 21 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. સત્તાવાર પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આ બેઠક યોજાશે. આદેશ નકલની તસવીર સામે આવી છે, જે મુજબ સરકારની બેઠક 21 ઓક્ટોબરે પંજાબ સિવિલ સચિવાલયમાં બપોરે 12 વાગ્યે મળશે.

આ બેઠક દરમિયાન પંજાબને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આમ આદમી પાર્ટીના એક નેતાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં ઘણાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન એક પછી એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. આમ આદમી પંજાબમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ખેડૂતોના મુદ્દે સત્તામાં આવી હતી. આ તમામ ક્ષેત્ર સાથે જોડાયેલી બાબતો પર માન સરકાર સતત નિર્ણય લઈ રહી છે.
હવે આગામી 21 ઓક્ટોબરે સિવિલ સચિવાયલ ખાતે પંજાબ સરકારની આ મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
