શબાના આઝમીના ડ્રાઈવર સામે FIR નોંધાઈ, અકસ્માત માટે લાગ્યા ગંભીર આરોપ
શબાના આઝમીના અકસ્માત માટે તેમના ડ્રાઈવર પર ગંભીર આરોપ લાગ્યા છે અને કેસ નોંધવામાં આવ્યો છે.
બોલિવુડ અભિનેત્રી શબાના આઝમી મોટા રોડ અકસ્માતનો શિકાર બની ગયા. મુંબઈ-પૂણે હાઈવે પર તેમની ગાડીનો અકસ્માત થઈ ગયો. આ દૂર્ઘટનામાં શબાનાને ગંભીર ઈજાઓ થઈ છે. વળી, દૂર્ઘટના બાદ હવે તેમના ડ્રાઈવર સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ અકસ્માત માટે તેમના ડ્રાઈવર પર ગંભીર આરોપ લાગ્યા છે અને કેસ નોંધવામાં આવ્યો છે. જે ટ્રકથી શબાના આઝમીની કારનો અકસ્માત થયો તે ટ્રક ડ્રાઈવરે કાર ડ્રાઈવર સામે આરોપ લગાવ્યો.

શબાનાના ડ્રાઈવર પર લાગ્યા આરોપ
ટ્રક ડ્રાઈવર તરફથી કરવામાં આવેલ ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે અભિનેત્રીનો ડ્રાઈવર ખૂબ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. તેની ગાડીની ઝડપ વધુ હતી એટલુ જ નહિ તે બહુ ખતરનાક રીતે ગાડી ચલાવી રહ્યો હતો. તેની ગાડીની ઝડપના કારણે તે ટ્રક સાથે ટકરાઈ ગઈ અને આ અકસ્માત થઈ ગયો. પોલિસે શબાના આઝમીના ડ્રાઈવર અમલેશ કામત સામે મહારાષ્ટ્રના ખાલાપુરમાં એફઆઈઆર કરાવી છે.

દૂર્ઘટના સમયે પતિ જાવેદ અખ્તર હાજર
તમને જણાવી દઈએ કે શનિવારે મુંબઈથી લગભગ 60 કિમી દૂર ખાલાપુર પાસે બપોરે સાડા ત્રણ વાગે શબાના આઝમીની ગાડીનો ભયંકર અકસ્માત થઈ ગયો. આ અકસ્માત ખાલાપુરના ટોલ પ્લાઝા પાસે પૂણે-મુંબઈ એક્સપ્રેસવે પર થયો. આ દૂર્ઘટનામાં શબાનાને ગંભીર ઈજાઓ થઈ. આ અકસ્માતમાં શબાનાને ઘણી ઈજાઓ થઈ. જ્યારે શબાનાની ગાડીનો અકસ્માત થયો ત્યારે તેના પતિ જાવેદ અખ્તર પણ સાથે ચાલી રહેલી બીજી ગાડીમાં હાજર હતા. દૂર્ઘટનામાં ટ્રકનો પાછળનો ભાગ ડેમેજ થઈ ગયો. દૂર્ઘટનામાં શબાના અને તેમના ડ્રાઈવરને ઘણી ઈજાઓ થઈ છે. શબાના હજુ પણ મુંબઈની હોસ્પિટલમાં ભરતી છે.

નાકમાં સૌથી વધુ ઈજા
ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ એમજીએમ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે, ‘શબાના આઝમીના નાક પર હળવી ઈજાઓ થઈ છે. આ ઉપરાંત તેમને બીજે ક્યાંય ઈજા નથી. જો કે તેઓ દૂર્ઘટનાના કારણે હજુ પણ શોકની સ્થિતિમાં છે. તેમનો ઈલાજ ચાલી રહ્યો છે અને તેમની હાલત સ્થિર છે.' વળી, તેમના પતિ જાવેદ અખ્તર સંપૂર્ણપણે સુરક્ષિત છે.
Maharashtra: An FIR has been registered against Amlesh Kamat, driver of Shabana Azmi in Khalapur on a complaint filed by truck driver. The FIR reads,"due to rash driving by the driver, the car hit the moving truck on Pune-Mumbai Expressway which resulted in the accident."
— ANI (@ANI) 18 January 2020
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
