પંજાબ CM ચન્નીએ 53 લાખ લોકોના વીજ બીલ માફ કરવાની કરી જાહેરાત
પ્ટન અમરિંદર સિંહે પ્રથમ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ ચરણજીત સિંહ ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જે બાદથી જ ચન્ની પોતાના નવા મંત્રીમંડળ સાથે કામ કરવામાં વ્યસ્ત છે.
ચંડીગઢ : પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલનો સમયગાળો ચાલુ છે. કેપ્ટન અમરિંદર સિંહે પ્રથમ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ ચરણજીત સિંહ ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જે બાદથી જ ચન્ની પોતાના નવા મંત્રીમંડળ સાથે કામ કરવામાં વ્યસ્ત છે. મંગળવારના રોજ પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. તેના એક દિવસ બાદ નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પંજાબના લોકો માટે મોટી જાહેરાત કરી છે.

53 લાખ લોકોને મળશે મોટી ભેટ
બુધવારના રોજ જાહેરાત કરતા મુખ્યમંત્રી ચન્નીએ જણાવ્યું હતું કે, પંજાબની કોંગ્રેસ સરકાર 53 લાખ લોકોના વીજળીના બાકીના બીલ ભરશે, એટલે કે 53 લાખ લોકોના વીજળીના બાકીના બિલને સરકારે માફ કરી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર પંજાબમાં 2 કિલોવોટનો ગ્રાહકવર્ગ 53 લાખ છે. જે બાદ નક્કી કરવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા 2 કિલોવોટ સુધીના ગ્રાહકોની બાકી રકમ ભરવામાં આવશે. ચૂંટણી સમયે રાજ્યમાં આ જાહેરાત લોકો માટે મોટી ભેટ સાબિત થશે.
સરકાર 1500 રૂપિયા ફી પણ આપશે
વીજળીનું બીલ માફ કરવાની જાહેરાત સાથે મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે, વીજળીની સમસ્યા સૌથી વધુ છે. મેં જોયું છે કે ઘણા લોકો વધુ બીલ આવ્યા બાદ જમા કરાવી શક્યા નથી, જેના કારણે તેમને અંધારામાં રહેવા મજબૂર થયા છે. આવા લોકોની સમસ્યાઓને સમજીને સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, જેમનું વીજળીનું જોડાણ બાકી બીલ ન ભરવાને કારણે કાપી નાંખવામાં આવ્યું છે, તેમનું જોડાણ કોઈપણ ફી વગર ફરીથી કરવામાં આવશે. 1500 રૂપિયા જે કનેક્શન ફીની વાત કરવામાં આવી રહી છે તે પણ સરકાર દ્વારા આપવામાં આવશે.
પાણી અને વીજળી માફ કરવાનું વચન આપ્યું
આ સાથે જ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, અમે આ માટે બ્લોક સ્તરે એક સમિતિ બનાવી રહ્યા છીએ. જે સાથે સાથે પંચાયત પણ અમને આ કામમાં મદદ કરશે. અમારી કમિટી આવા લોકોના ફોર્મ ભરશે, જેમનું વીજળીનું બીલ વધુ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના શપથ બાદ મીડિયા સાથે વાત કરતા ચન્નીએ કહ્યું હતું કે, પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું, જે પછી વચન મુજબ આ તેમનું પહેલું પગલું છે.












Click it and Unblock the Notifications
