40 વર્ષની આંટીના પ્રેમમાં પડ્યો 18 વર્ષનો યુવક અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, જાણો શું છે પુરી બબાલ?

કહેવાય છે કે પ્રેમને જાતી-ઉમર કે દેશ સાથે કોઈ લેવા દેવા નથી. પ્રેમ કોઈને પણ ગમે ત્યારે કોઈની સાથે થઈ શકે છે. હવે આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના બલિયામાં સામે આવ્યો છે.

સમાચારો અનુસાર, બાગી બલિયાના નામે જાણીતા ઉત્તર પ્રદેશના બલિયામાં એક 40 વર્ષની વિધવા અને 18 વર્ષના યુવક વચ્ચે પ્રેમ થઈ ગયો છે. હવે આ યુવક મહિલા સાથે લગ્ન કરવા માટે જીદ પર ઉતર્યો છે તો બીજી તરફ મહિલાના પરિવારજનોએ પોલીસની મદદ લીધી છે.

Balia

હવે મહિલાના પરિવારજનોએ પોલીસમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોની ફરિયાદના આધારે બલિયા જિલ્લાના બૈરિયા પોલીસ સ્ટેશન દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ લવ સ્ટોરી ટોક ઓફ ધ ટાઉન બની છે અને સોશિયલ મીડિઆ પર વાયરલ થઈ રહી છે.

વિગતો અનુસાર, બલિયા જિલ્લાના બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક મહિલાનું પિયર રેવતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. થોડા દિવસો પહેલા મહિલા એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે સહતવાર વિસ્તારમાં ગઈ હતી.

અહીં લગ્નમાં આ 18 વર્ષનો યુવક પણ પહોંચ્યો હતો. આ લગ્નમાં મહિલા અને યુવક એકબીજાને મળ્યા અને બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો. મોબાઈલ નંબરની આપ-લે થઈ અને બંને રિલેશનશિપમાં આવી ગયા.

આ મામલો આગળ વધતા આ વિધવા મહિલાના ઘરે આવવા જવાનું શરૂ કર્યુ. આ વિધવા મહિલા ત્રણ સંતાનોની માતા છે. તેમાં સૌથી મોટા બાળકની ઉમર 11 વર્ષ છે. આ યુવકની અવરજવરથી પરિવારજનોને વાંધો પડતા નારાજગી પણ વ્યક્ત કરી હતી.

હવે પરિવારજનોએ બૈરિયા પોલીસ સ્ટેશનાં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે પોલીસે વિધવા મહિલા અને યુવકને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. બંનેની પૂછપરછ કરવામાં આવી હતી.અહીં યુવકે આ મહિલા સાથે લગ્ન કરવા જીદ પકડી હતી.

હાલમાં બૈરિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શિવચંદ યાદવે મીડિયાને જણાવ્યું કે, જો યુવક લગ્ન માટે કાયદેસરની ઉંમરનો હોય તો આ બંનેને કોઈ રોકી શકાય નહીં. યુવકની ઉંમર લગ્નને લાયક ન હોય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X