મનીષ સિસોદિયાની ધરપકડ થતા કેજરીવાલ-ભગવંત માન પરિવારને મળવા પહોંચ્યા, પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો
અહીં કેજરીવાલે કહ્યું કે, મનીષ સિસોદિયા ઈમાનદાર માણસ છે. તે દેશની સેવા કરતા આવ્યા છે. તેમણે વંચિત વિદ્યાર્થીઓ માટે સખત મહેનત કરી અને દિલ્હીની સરકારી શાળાઓની કાયાપલટ કરી છે.
નવી દિલ્હી : મનીષ સિસોદિયાની ધરપકડ થતા આમ આદમી પાર્ટીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. AAP નેતાઓના આક્રોશ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિસોદિયાના પરિવારને મળવા પહોંચ્યા હતા. સિસોદિયાના પરિવારને મળવા આવેલા કેજરીવાલ તેમની પત્ની સાથે પહોંચ્યા હતા. પરિવારને મળ્યા બાદ બંને મુખ્યમંત્રીઓએ મીડિયા સાથે વાત કરી હતી.

અહીં કેજરીવાલે કહ્યું કે, મનીષ સિસોદિયા ઈમાનદાર માણસ છે. તે દેશની સેવા કરતા આવ્યા છે. તેમણે વંચિત વિદ્યાર્થીઓ માટે સખત મહેનત કરી અને દિલ્હીની સરકારી શાળાઓની કાયાપલટ કરી. આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. અમે જોઈ રહ્યા છીએ કે દેશભરમાં કેટલા પ્રમાણિક અને રાષ્ટ્રવાદી લોકોની ધરપકડ થઈ રહી છે.
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, માત્ર મનીષજી જ નહીં પરંતુ જે કોઈ પણ કેન્દ્ર સરકાર અને બીજેપી વિરુદ્ધ બોલે છે તેની ધરપકડ કરવામાં આવે છે. તે ઈચ્છતા નથી કે તેમની પરવાનગી વગર કંઈ થાય. લોકશાહી આ રીતે કામ કરતી નથી. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ સત્તા અને સિસ્ટમનો બિનજરૂરી ઉપયોગ કરીને AAPને તોડવા માંગે છે.
Delhi Chief Minister Arvind Kejriwal along with his wife reaches Deputy CM Manish Sisodia's residence soon after he was arrested by CBI in connection with liquor policy case. pic.twitter.com/LQ917SGByv
— ANI (@ANI) February 26, 2023
મુખ્યમંત્રી ભગવંત માને નામ લીધા વગર ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જે ભારતીય જીવન વીમા નિગમના પૈસા ખાઈ રહ્યા છે, જે બેંકોના પૈસા ખાય છે. દેશમાં જેની વ્યાપક ચર્ચા થઈ રહી છે તેમને જેલમાં જવું જોઈએ. આમ આદમી પાર્ટી ડરતી નથી. અમે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી બહાર આવ્યા છીએ.
Those who are eating the money of LIC, those who ate banks’ money. Those who are being talked about widely in the nation must go to jail. AAP is not scared. We have come out of an anti-corruption movement: Punjab CM, Bhagwant Mann pic.twitter.com/ZXPYvLiTKo
— ANI (@ANI) February 26, 2023
ધરપકડના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હી દોડી ગયા હતા. તેઓ સિસોદિયાના પરિવારજનોને પણ મળ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીની વિવાદાસ્પદ એક્સાઈઝ પોલિસીના મામલામાં તપાસ બાદ સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
